લાયન્સ કલબ પોરબંદર નિશુલ્ક મલ્ટીસ્પેશ્યાલીટી મેડિકલ કેમ્પ યોજાયો
લાયન્સ કલબ પોરબંદર દ્વારા તા.06-08-2023 લાયન્સ હોસ્પિટલ ખાતે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ સીનર્જી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ નિશુલ્ક મલ્ટીસ્પેશ્યાલીટી કેમ્પ યોજાયો.
આ પ્રસંગને દીપાવવા માટે આપણા સૌના ચાહીતા અને માનીતા ચીફ ગેસ્ટ તરીકે ડીવાય.એસ.પી. નીલમ બેન ગોસ્વામી પધાર્યા હતા અને અતિથિ વિશેષ ડો. ભરત ભાઈ ગઢવી સાહેબ તેમજ રજનીભાઈ મોઢા ઉપસ્થિત રહ્યા હતા.
પ્રોજેક્ટ ચેરમેન પૂર્વ પ્રમુખ તથા પૂર્વ પ્રમુખ પોરબંદર નગરપાલિકા લાયન પંકજભાઈ મજીઠીયા દ્વારા યોજાયેલ આ કેમ્પમાં સીનર્જી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના વિવિધ રોગના નિષ્ણાતો ડો.જયેશ ડોબરીયા, ડો. નરશી વેકરીયા, ડો.માધવ ઉપાધ્યાય, ડો.વિકી પેથાપરા, ડો.માધવ ડો.કૃણાલ કુંદડિયા, ઉપાધ્યાય, ડો.કૃષ્ણ કુમાર વીરડા, ડો.ઇલા ડોબરીયા,ડો.નીતિન રામાણી,મિસ. દેવાંગી દુધાત્રા, મિસ.શીતલ ગોસ્વામી,શ્રી શક્તિસિંહ ચુડાસમા,શ્રી ધવલ જાદવ, શુભમ બારોટ, હિતેશ મહેતા, પ્રતિક રાઠોડ તથા તેમની નર્સિંગ તથા સહાયક ટીમ દ્વારા સેવા આપવામાં આવેલ હતી . તેમજ આ કેમ્પમાં કુલ 180 દર્દીને તપાસવામાં આવેલ તેમજ દર્દીને જરૂરી એવી કાર્ડિયોગ્રામ (ECG), સુગર (ડાયાબિટીસ) તથા બ્લડ પ્રેશરની પણ તપાસ ફ્રી માં કરવામાં આવેલ હતી.
આ કેમ્પને સફળ બનાવવા પૂર્વ પ્રમુખ લાયન રાજેશભાઈ લાખાણી દ્વારા જહેમત ઉઠાવી હતી.તબીબી જગત ના ભીષ્મ પિતામહ સિનિયર ડોકટર લાયન સુરેશભાઈ ગાંધી સાહેબ દ્વારા આવેલ તમામ ડોકટર નો પરિચય સરળ શૈલી માં કરાવ્યો હતો.
આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદર પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડિયા,સેક્રેટરી લાયન અજય દત્તાણી,જોઈન્ટ સેક્રેટરી લાયન હરદત્ત પુરી ગોસ્વામી, ટ્રેઝરર લાયન તુષાર પારેખ, પાસ્ટ ડિસ્ટ્રીકટ ગવર્નર લાયન વિનોદભાઈ દત્તાણી તથા અન્ય લાયન હોદેદારો તથા સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહેલ …આ કેમ્પ માટે ખૂબ જ બહોળી સંખ્યામાં પીડિતો ને નિષ્ણાંત એ સારવાર સાથે યોગ્ય માર્ગદર્શન મળ્યું હતું…જે નોંધનીય છે.