લાયન્સ કલબ પોરબંદર દ્વારા 77માં સ્વાતંત્રય દિવસની અનેરી ઉજવણી
લાયન્સ કલબ પોરબંદર દ્વારા સ્વાતંત્રય દિન પર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નું સૂત્ર મેરી મિટ્ટી , મેરા દેશ ને ખૂબ સુંદર રીતે સાર્થક કરેલ…
તા.13-08-2023 ના રોજ આઈ પી પી લાયન આશિષ ભાઈ પંડ્યાની વાડીએ (ગોસા) 100 થી વધુ ઔષધીય તથા ફળાઉ રોપા નું વૃક્ષારોપણ કરવામાં આવેલ…
તા.13-08-2033 ના રોજ પોરબંદર જિલ્લા કલેકટર કે. ડી.લાખાણી સાહેબ ના માર્ગદર્શન હેઠળ આયોજિત તિરંગા યાત્રામાં ગાંધી સમૃતિભવન થી જૂના ફુવારા સુધી બહોળી સંખ્યામાં ભાગ લીધેલ હતો,તેમજ કે. ડી. લાખાણી સાહેબ ના જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવવામાં આવેલ.
લાયન્સ ક્લબ પોરબંદરે તા.14-08-2023 ના રોજ મહારાણી બાલુબા કન્યા વિદ્યાલયના નવીનીકરણ પ્રસંગે યોજવામાં આવેલ હવન માં બાલુબા એલ્યુમીનનું ડિસ્ટ્રિક્ટ પી.આર.ઓ. લાયન રાજેશ લાખાણી તથા ઝોન ચેરમેન પંકજ ચંદારાણા દ્વારા સન્માનિત કરવામાં આવેલ.
તા.15-08-2033ના રોજ લાયન્સ પોરબંદર ક્લબ દ્વારા લાયન્સ હોસ્પિટલ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયેલ જેમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર એમ.જે.એફ. લાયન હિરલબા જાડેજાના નેજા હેઠળ લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડિયા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવેલ.જેમાં લાયન્સ ક્લબ પોરબંદરના તમામ સભ્યો લાયન્સ પ્રાઈડ,લાયન્સ ક્લબ બાપુ તથા લીઓ પર્લ ક્લબ પોરબંદરના હોદેદારો પણ જોડાયા હતા.50 થી વધુ લાયન સભ્યો એ દેશભક્તિના નાદ થી ગગન ગુજાવ્યું હતું.
તા.15-08-2023ના રોજ લાયન્સ પોરબંદર ક્લબ દ્વારા રસિકબાપા રોટલાવાળા બાલમંદિર અને પ્રાથમિક શાળામાં યોજવામાં આવેલ સ્વાતંત્રય પર્વની ઉજવણીમાં 133થી વધુ બાળકો ને ઈનામ સર્ટિફિકેટ થી પ્રોત્સાહિત કરવામાં આવેલ…
તા.15-08-2023ના રોજ લાયન્સ પોરબંદર ક્લબ દ્વારા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ,પોરબંદર ખાતે યોજવામાં આવેલ સ્વાતંત્રય પર્વની ઉજવણીમાં ભાગ લીધેલ હતો અને ત્યાંના વિદ્યાર્થીઓને પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન વિનોદભાઈ દત્તાણીના સહયોગથી 22 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટમાં 28 જેટલી વસ્તુઓ આપવામાં આવેલ હતી. આ પ્રસંગે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના અધ્યક્ષ કમલેશભાઈ બામણીયાને ઉપસ્થિત રહેલા મહેમાનો નાયબ કલેકટર જાડેજા,મામલતદાર ડોડીયા સાહેબ,તાલુકા વિકાસ અધિકારી મકવાણા સાહેબ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી આવડા સાહેબની હાજરીમાં લાયન્સ કલબ પોરબંદર દ્વારા તમામ મદદ આપવાની તૈયારી બતાવેલ .
આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પૂર્વ પ્રમુખ સિનિયર લાયન ડો.સુરેશભાઈ ગાંધી , ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી સર્વિસ લાયન સુભાષભાઈ ઠકરાર, ડિસ્ટ્રિક્ટ જોઈન્ટ ટ્રેઝરર લાયન કીર્તિભાઈ થાનકી,પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડિયા,સેક્રેટરી લાયન અજય દત્તાણી,જોઈન્ટ સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામી,પૂર્વ પ્રમુખ લાયન સુરેશભાઈ રાયઠઠ્ઠા તથા લાયન દુર્ગાબેન લાદીવાલા હાજર રહ્યા હતા. આમજ “રાષ્ટ્ર દેવો ભવ”નું સૂત્ર દેશના ખૂણે ખૂણે પહોંચે તેવા પ્રયત્ન રહેશે તેવું લાયન્સ કલબ પોરબંદર ના પ્રમુખશ્રી લાયન નિધિ શાહ મોઢવાડિયા દ્વારા જણાવવામાં આવેલ.