ભોરાસર સીમ શાળા ખાતે તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો


આજ રોજ તા. 17.08.23 ને ગુરુવારના રોજ રાણાવાવ તાલુકા કક્ષાનો 74 માં વન મહોત્સવની ઉજવણી રાણાવાવની “ગ્રીન સ્કૂલ” શ્રી ભોરાસર સીમ શાળા રાણાવાવ ખાતે માન. તાલુકા પ્રમુખ રાણાવાવ, સામતભાઈ મોઢવાડીયાની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ હતી. કાર્યક્રમની શરૂઆત શાળાના વિધાર્થીઓ મારફત પ્રાર્થનાથી કરવામાં આવેલ હતી. સૌ ઉપસ્થિત મહાનુભાવો એ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરેલ હતી. તમામ મહાનુભાવોને પ્રસંગને અનુરૂપ તુલસીનો છોડ આપી સ્વાગત કરવામાં આવેલ હતું. કે. એમ. વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી રાણાવાવ , ફોરેસ્ટ ઓફિસર મોરી કુતિયાણા એ ઉજવણીને સાર્થક બનાવવા ઉદ્બોધન કરેલ હતું. “ગ્રીન ગુજરાત” , “એક બાળ, એક ઝાડ” ઉકિતને સાર્થક કરવા તમામ વિદ્યાર્થિઓને જુદી જુદી જાતના વૃક્ષના રોપાનું વિતરણ પણ રેન્જ ફોરેસ્ટ ઓફિસ, સામાજીક વનિકરણ રેન્જ તરફથી કરવામાં આવેલ હતું. આમંત્રિત મહેમાનો, પદાધિકારીઓ, અધિકારીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો અને વિદ્યાર્થીઓ મારફત શાળામાં વૃક્ષા રોપણ કરવામાં આવેલ હતું. રેન્જ ફોરેસ્ટ ઓફિસ, સામાજીક વનિકરણ રેન્જ તરફથી શાળાના તમામ વિદ્યાર્થિઓને નાસ્તામાં કેળા અને ખારેક આપેલ હતી અને આમંત્રિત સૌ માટે ચા અને નાસ્તોની વ્યવસ્થા કરેલ હતી. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક હિરેનભાઈ મોઢા એ કરેલ હતું. આભાર વિધિ રાણાવાવના સામાજીક વનિકરણ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર બી.જે. ડોડીયા એ કરી હાજર રહેનાર અધિકારીઓ, પદાધિકારીઓ, ભોરાસર વિસ્તારના વાલીઓ, રહેવાસીઓ અને હાજર રહેનાર સૌનો આભાર માનેલ છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!