JCI દ્વારા નેશનલ કક્ષાની જનરલ નોલેજ સ્પર્ધા યોજાઈ
ભાવસિંહજી હાઈસ્કૂલ ખાતે થયું આયોજન.
નેશનલ લેવલ ટેલેન્ટ સર્ચ સ્પર્ધામાં 200 વિદ્યાર્થીઓ જોડાયા
આજનો યુગ સ્પર્ધાનો યુગ છે, અત્યારે દરેક ક્ષેત્રમાં સફળ બનવા માટે સ્પર્ધાઓનો સામનો કરવો ફરજીયાત બની ગયો છે. આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા માટે જનરલ નોલેજ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આથી આગામી સમયમાં આપણા યુવક યુવતીઓ સ્પર્ધાત્મક વાતાવરણનો સારી રીતે સામનો કરી શકે તે માટે જેસીઆઈ દ્વારા વિધાર્થીઓને માટે નેશનલ કક્ષાની જનરલ નોલેજ સ્પર્ધાનું સમગ્ર દેશમાં એકી સાથે આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે જેસીઆઈ પોરબંદર દ્વારા પોરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલમાં પણ “નેશનલ લેવલ ટેલેન્ટ સર્ચ” નામથી આ જનરલ નોલેજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કક્ષાની જનરલ નોલેજ પરીક્ષામાં ભાગ લેનાર તમામ વિધાર્થીઓને જેસીઆઈનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
આ નેશનલ કક્ષાની જનરલ નોલેજ સ્પર્ધાને સફળ બનાવવા જેસીઆઈ પોરબંદરના પ્રમુખ સાહિલ કોટેચા, રોનક દાસાણી, પ્રિન્સ લાખાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ સ્પર્ધાના આયોજનમાં ભાવસિંહજી હાઈસ્કૂલના આચાર્યા નમ્રતાબેન વાઘેલા અને પૂજાબેન રાજાનો સહકાર બદલ જેસીઆઈ પોરબંદરે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.