જી.એમ.સી. સ્કૂલ ખાતે ‘માઇન્ડ એંડ સેલ્ફ માસ્ટરી’ કોર્ષનું આયોજન કરાયુ

મનોવિજ્ઞાન વિષયનું માત્ર પોપટિયું જ્ઞાન કે માત્ર એક વિષયના રીતે નહિ પરંતુ પ્રેક્ટિકલ લાઈફમાં
મનોવિજ્ઞાનને પોતાના આત્મ વિકાસ માટે કેવી રીતે એ જ્ઞાનનો ઉપયોગ કરવો એનું સચોટ માર્ગદર્શન
આપતી પોરબંદરની એકમાત્ર જી.એમ.સી. સ્કૂલ
આજના આ હરીફાઈ અને તણાવયુક્ત વાતાવરણમાં માણસ જીવનના ડગલેને પગલે હતાશા અને નિરાશા અનુભવે છે. જીવનમાં નાની વાતોમાં વિધ્યાર્થી હાર માની લે છે અને પોતાનો આત્મવિશ્વાસ ગુમાવતો જાઈ છે. ઘણા આંતરિક ડરો, ચિંતાઓ અને વ્યાધિઓ નાની ઉંમરમાં જ એને અંદરથી ખોખલો બનાવે છે. એવા સમયમાં જી.એમ.સી. સ્કૂલએ એક અનેરું પગલું લીધું છે ધોરણ 12 ના વિધ્યાર્થીઓને લાઈફ મેનેજમેંટ કોર્ષના ભાગ રૂપે અલગ અલગ વિષયો પર ટ્રેનીંગ નું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વખતે ‘માઇન્ડ એંડ સેલ્ફ માસ્ટરી’ વિષય ઉપર ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના જાણીતા મનોવૈજ્ઞાનિક શિવાની સામાણી જેઓને મુંબઈ અને ચેન્નાઈ જેવા સેન્ટરોમાથી પોતાનું મનોવિજ્ઞાન, ક્લિનિકલ હિપ્નોસિસ, NLP (ન્યૂરો લીંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ), ગ્રાફોલોજી, સાઇકોથેરપી જેવા અનેક કોર્ષોમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. તેઓએ પોતાના અનુભવો અને પોતાના શિક્ષણનો નિચોડ આપી આ કોર્ષને સફળ બનાવ્યો હતો. આ ટ્રેનીંગ માટે તેમણે ઘણા પ્રેક્ટિકલ ડેમો, એક્ટિવિટી, અવનવા કેસ-સ્ટડી દ્વારા વિધ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાની જાતને ઓડખી પોતાની અંદર છુપાયેલી કાબેલિયત ઉપર વિશ્વાસ કરી આત્મવિશ્વાસથી આગળ કેવી રીતે વધવું અને પોતાના અચેતન મનની શક્તિઓને પારખી જીવનમાં કાંઇક કરી બતાવવાની તળાવેલી વિધ્યાર્થીઓમાં જન્માવેલી હતી.
પોરબંદરની લગભગ એકમાત્ર શાળા છે જે ધોરણ ૧૧ અને ૧૨ ના વિધ્યાર્થીઓને મનોવિજ્ઞાન વિષયનું માત્ર પોપટિયું જ્ઞાન નહી પરંતુ અપ્લાઇડ પોસીટીવ સાઇકોલોજીનું જ્ઞાન અને ટ્રેનીંગ આપે છે, એ પણ સર્ટીફાઇડ અને નિષ્ણાંત મનોવૈજ્ઞાનિક દ્વારા. જી.એમ.સી. સ્કૂલ હમેંશા સમયના પરીવર્તનને સ્વીકારે છે એના ભાગરૂપે જી.એમ.સી. સ્કૂલએ કોરોના પછીના સમયમાં લોકો જેમ શારીરિક સ્વાસ્થ્યની તંદુરસ્તીને સમજે છે એવી જ રીતે માનસિક તંદુરસ્તીને જાળવવી પણ જરૂરી છે એ ગંભીરતા સમજી આવી પ્રેક્ટિકલ ટ્રેનીંગનું આયોજન કરી પોતાના વિધ્યાર્થીઓને જીવનના વાસ્તવિક પરિસ્થિતિઓની સામે લડવા તૈયાર કરે છે.
.જી.એમ.સી. સ્કૂલના આ આગવા અને નવા પ્રકારના ટ્રેનીંગ કોર્ષને સંસ્થા પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા ટ્રસ્ટ્રી દેવભાઈ ભૂતિયા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રતાપભાઈ ઓડેદરા અને તમામ સ્ટાફ તથા દ્વારા આ કોર્ષને સફળ બનાવવા વિદ્યાર્થીઓએ તેમજ આ ટ્રેનિંગના ટ્રેનર શિવાની સામાણીને મહાનુભાવો અને વાલીઓ દ્વારા શુભેરછા પાઠવી હતી.

