પોરબંદર 108 ઈમરજન્સી સેવા પ્રમાણિકતાનું પ્રમાણ

પોરબંદરમાં 108 ઈમરજન્સી સેવા છેલ્લા 15 વર્ષથી પોરબંદર જિલ્લાના લોકો માટે જીવન સંજીવની બની છે 108 ઈમરજન્સી સેવા માનવ જીવન બચાવવા માટે હંમેશા તત્પર અને તૈયાર રહે છે પોરબંદર 108 ઈમરજન્સી સેવા જેમ લોકોનો જીવ બચાવવા માટે હંમેશા ખડે પગે રહે છે તેમ પોરબંદર 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ પ્રમાણિકતા બતાવવામાં પાછળ પડતી નથી તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો એક કિસ્સો આજરોજ તારીખ 20 August 2023 ના રોજ સામે આવ્યો છે જેમાં પોરબંદર 108 ઈમરજન્સી સેવાના ઇમર્જન્સી મેડિકલ ટેકનિશિયન ભનુભાઈ તેમજ પાયલટ રાજાભાઈ બંને કર્મચારી મિત્રો જ્યારે એક મહામૂલ્ય માનવજીવન બચાવી પરત ફરી રહ્યા હતા ત્યારે પાછા ફરતા સમયે એમ્બ્યુલન્સ ની અંદર એક મોબાઇલની રીંગ વાગતા ચેક કરતા જણાવ્યું કે પાછલા કેસમાં જે દર્દીને હોસ્પિટલે ઉતાર્યા છે ફોન એમનો જ એમ્બ્યુલન્સમાં રહી ગયેલ છે ત્યારબાદ ઇએમટી ભનુભાઈ અને પાયલોટ રાજાભાઈએ તરત હોસ્પિટલ ખાતે જઈને દર્દીને શોધી અને તેમનો મોબાઈલ પરત કરેલ હતો. આ મોબાઇલની અંદાજિત કિંમત આશરે ૧૪ હજાર રૂપિયા હતી અને તેમની પાછળ ₹200 કવરમાં હતા આમ પોરબંદર 108 ઇમરજન્સી સેવા એ તે સમયે પોતાની બુદ્ધિ શક્તિ ક્ષમતા અને પ્રમાણિકતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું મળેલા જ્યારે પોરબંદર 108 ઈમરજન્સી સેવાય આ વ્યક્તિને તેનો મોબાઈલ પાછો આપ્યો ત્યારે તે વ્યક્તિ ની આંખોમાં પાણી આવી ગયું હતું અને તે બહુ ગદગદ થઈને 108 ઈમરજન્સી સેવાનો આભાર માન્યો હતો અને એવો પણ જણાવ્યું હતું કે ખરેખરમાં 108 ઈમરજન્સી સેવા ગુજરાતના લોકો અને પોરબંદરના લોકો માટે આશીર્વાદરૂપ સેવા છે આ અંગેની માહિતી પોરબંદર 108 ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ જિલ્લાના સુપરવાઇઝર જયેશભાઈ જેઠવા એ આપી હતી

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!