રાજસ્થાન રાજ્યના પાલી જિલ્લામાંથી પિતાથી વિખુટું પડેલ બાળકના પરિવાર શોધી કાઢતું જાબાજ જિલ્લા બાળ સુરક્ષા અને જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ -પોરબંદર
ગણતરીના 24 કલાકમાં જ બાળકના પરિવારને શોધી
કાઢ્યું.પોરબંદર જિલ્લામાં આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ-પોરબંદર ખોવાયેલ અને પરિવારથી વીખુટા પડેલ બાળકો માટે આશ્રય રૂપી બન્યું.
“ ખારા જળમાં મીઠી વીરડી´´ હોય તેવું બાળકો માટે પોતાના ઘર જેમા સાર સંભાળ થાય તેવીજ રીતે તમામ પ્રકારની સુવિધા યુક્ત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ -પોરબંદર
2 ઓક્ટોબર 2021 ના રોજ પ્રારંભ થયેલ છે.8 માર્ચના ટૂંકા ગાળામાં ગુજરાત સિવાયના અન્ય રાજ્યમાંથી જેમા કે પક્ષીમ બંગાળ,મધ્ય પ્રદેશ,અને હાલ રાજસ્થાન રાજ્યના પાલી જિલ્લાનું બાળક એમ કુલ ત્રણ બાળકોને પરિવાર સાથે મીલન માટે નિમિત બન્યું.ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ-પોરબંદર
પોરબંદર જિલ્લાનું રેલ્વે છેલ્લું રેલ્વે ટેશન હોવાથી અવાર નવાર અન્ય રાજ્યના બાળકો હાલ પરિસ્થિતિ મુજબ રિસાયને,અને અન્ય કારણોસર બાળકો ટ્રેનમાં બેસી જતા હોયછે. આથી પોરબંદર ઉતરી આવેશે,અને આવા બાળકો પરિવારથી નાનામોટા પાયે નારાજ હોય છે. તેવા સંજોગોમાં બાળકના માતા પિતા અને પરિવારની ભાળ મેળવવી મુશ્કેલ બની જાય છે.અને બાળક પાસેથી માહિતી મેળવવી ખુબજ અઘરું બની જાયછે.તેવા સંજોગોમાં સમાજ સુરક્ષા વિભાગનો સ્ટાફ જેમા બાળ સુરક્ષા અને ચિલ્ડ્રન ફોમ ફોર બોયઝ-સ્ટાફ દ્વારા બાળકો પ્રત્યે સંવેદનશીલ અને મૈત્રી પૂર્વક, કેવી રીતે બાળકો પાસેથી માહિતી મેળવવી તેવી તાલીમ બદ્ધ સ્ટાફ હોય છે.પરિણામે આજ દિન સુધીમાં કુલ ત્રણ બાળકોને તેમના માતા પિતા સાથે મિલન કરવામાં સફળતા મળેલ અને હર્ષભર ઘરે મોકલ્યા હતા