પોરબંદર કમલબાગ પોલીસ સ્ટેશન માં યોજાયો લોકસંવાદ કાર્યક્રમ : એસ પી એ લોકો…
પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનમાં લોક સંવાદ યોજાયો
પોરબંદર ના એસ પી એ.લોકો સાથે કર્યો સીધો સંવાદ
રાજકીય,સામાજિક આગેવાનો સહિત ના લોકો રહ્યા ઉપસ્થિત
પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ના હોલમાં આજે લોક સંવાદ યોજાયો હતો પોરબંદરના એસટી ભગીરથસિંહ જાડેજાએ કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા એરિયાના લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો અને લોકોની મુશ્કેલી વિશે તાગ મેળવ્યો હતો લોકોને પોલીસ કઈ રીતે મદદરૂપ બને તેની પણ માહિતી આપી હતી.
પોરબંદરમાં કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ લોક સંવાદમાં એસપી ભગીરથસિંહ જાડેજા તથા ડીવાયએસપી નીલમ ગોસ્વામી એ ઉપસ્થિત રહી કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને પોલીસની કાર્યવાહીથી અવગત કરાવ્યા હતા પોલીસ દ્વારા લોકો સાથે સીધો સમાજ થાય અને લોકો અને પોલીસ વચ્ચે સેતુ બંધાય તેવો પ્રયાસ કર્યો હતો અને લોકોને મદદરૂપ થવા પોલીસ કટિબદ્ધ છે અને લોકો ને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેનું નિવારણ લાવવા ગમે ત્યારે પણ પોલીસનો સંપર્ક કરવા એસ.પી ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
છાયા વિસ્તારમાં દારૂની બદી
પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં યોજાયેલ લોકસભામાં એક જાહેર નાગરિકે છાયા વિસ્તારમાં વધતી જતી દારૂની બદી અંગે જણાવ્યું હતું અને દારૂ ના કારણે અનેક લોકો ના ઘર બરબાદ થતા હોવાની વાત કરી હતી ત્યારે પોલીસ આ બાબતમાં કોઈ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.છાયા વિસ્તારમાં દારૂ ની બદી રોકવા પોલીસ કડક કાર્યવાહી કરશે તેમ ભગીરથ સિંહ જાડેજા એ જણાવ્યુ હતું
કડીયા પ્લોટ ફાટક પાસે ટ્રાફિક ની સમસ્યા
પોરબંદરના રેલવે સ્ટેશન પાસે આવેલ કડિયા પ્લોટ ફાટક પર જ્યારે પણ ટ્રેન અવર-જવર થતી હોય છે ત્યારે ફાટક પાસે મોટા ભાગે ટ્રાફિક સમસ્યા સજાતી હોય અને લોકોને ટ્રાફિક જામના કારણે સમયની બરબાદી થતું હોવાનું પણ એક નાગરિકે જણાવ્યું હતું અને આ ફાટક પાસે ટ્રાફિક પોલીસ કાયમી ધોરણે ઊભા રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.ભગીરથસિંહ જાડેજા એ આ સમસ્યા નો ઉકેલ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું
રાત્રે 12 પછી પણ લારી-ગલા ખુલ્લા રાખવા વેપારીએ રજૂઆત કરી
પોરબંદરના નાના ધંધાર્થીઓ રાતે 12 પછી પણ ખાણીપીણીનો ધંધો કરી શકે તે માટે વેપારી અગ્રણીએ એસપી જાડેજા ને રજૂઆત કરી હતી પરંતુ એસપી જાડેજાએ આ વાત નકારી અને જણાવ્યું હતું કે મોટાભાગના લોકો રાત્રે 12 પછી ઘરે હોય છે પરંતુ રાતે 12 પછી આવારા તત્વો અડીંગો જમાવતા હોય છે .આથી કોઈ ગુનાહિત પ્રવૃતિ ન થાય તે હેતુથી 12 પછી ખાણી પીણી ની લારીઓ લોકહિત માટે જ બંધ કરવામાં આવે છે .
