પોરબંદર ઇલેકટ્રીક મર્ચન્ટ એસોસિયેશનના નવા હોદ્દેદારોની નિમણુંક


પોરબંદર ઇલેકટ્રીક મર્ચન્ટ એસોસિયેશનની જનરલ મિટિંગ મળેલ જેમાં સુમેળભર્યા વાતાવરણમાં સર્વસંમતિથી આગામી ટર્મ માટે યુવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવેલ.
પ્રમુખ : ધવલ જોશી
સેક્રેટરી : કેતન પટેલ
જો. સેક્રેટરી: વિરલ શાહ
ઉપપ્રમુખ : નિશાંત કારિયા
કેતન કોટેચા
ટ્રેઝરર : જીતુ મકવાણા
કારોબારી સમિતિ :
રતીભાઈ કારીયા
ભરતભાઇ દાસાણી
અનીલભાઈ પારેખ
રાજુ મકવાણા
સૈફુદીન સાદીકોટ
રમેશભાઈ જોશી
રમેશભાઈ પરમાર
હાર્મીશ રાજાણી
મિટિંગની શરૂઆતમાં દુઃખદ અવસાન પામેલ ભુતપૂર્વ પ્રમુખશ્રી બીપીનભાઈ પલાણ, જેન્તીભાઈ જોશી, હર્ષદભાઈ રાજાણી, દીપકભાઈ પારેખ અને વજુભાઇ દત્તાણીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી, ભાવભરી શ્રદ્ધાંજલિ આપી અને એસોસિએશનના વિકાસ માટે યોગદાન બદલ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવેલ.
આ તકે નવા વરાયેલ પ્રમુખ ધવલ જોશીએ સર્વસંમતિથી પ્રમુખપદ માટે પોતાની પસંદગી કરવા બદલ સર્વે સભ્યોનો આભાર વ્યક્ત કરી સર્વેને સાથે રાખીને વેપારીમિત્રોના સર્વાંગી વિકાસ માટે એસોસિએશનની પ્રવૃત્તિઓને નવી ઊંચાઈએ લઈ જવા માટે પૂરતા પ્રયાસ કરવાની ખાતરી આપી હતી.
સેક્રેટરી
કેતન પટેલ