રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા દાંત ની તકેદારી શિબિર નું આયોજન કરાયું
રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા આજે બિરલા સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓના દાંત ની તપાસ અને દાંત ની તકેદારી શિબિર નું આયોજન આજે તારીખ 16 સપ્ટેમ્બર 2023 ને શનિવારે કરવામાં આવ્યું હતું,
જેમાં દાંતના રોગોનાં નિષ્ણાંત ડો પરાગ મજીઠીયા અને તેમના ડોક્ટરો ની ટીમ દ્વારા સ્કૂલના ધોરણ છ થી ધોરણ નવ ના અંદાજે 250 થી વધુ વિદ્યાર્થીઓ ની તપાસ કરવામાં આવી હતી.
આ આયોજન મા સ્કૂલ ના પ્રિન્સીપાલ બેબીચેન સાહેબ, દોશીભાઈ તથા અન્ય સભ્યોએ ખૂબ સુંદર સહકાર આપ્યો હતો.
આ શિબિર મા વધુ માહિતી આપતા રો અશ્વિનભાઈ ચોલેરાએ જણાવ્યું હતું કે આ પ્રકાર ના ડેન્ટલ અવેરનેશ પ્રોજેક્ટ દર મહીને અલગ અલગ શાળાઓમાં ની શુલ્ક કરવામાં આવે છે.
આ કાર્યક્રમમ માટે પોરબંદર રોટરી ક્લબ ના પ્રમુખ રો. અશ્વિન ચોલેરા, મંત્રી રો. દિવ્યેશ સોઢા અને જયેશભાઇ પતાણી સહિત અન્ય સભ્યો એ જહેમત ઉઠાવી હતી.
Please follow and like us: