શ્રી સ્વામિનારાયણ મંદિર, પોરબંદર માં વિશેષ ધૂન- કિર્તન-સં કિર્તન,સત્સંગ સભા તથા શાકોત્સવ સંપન્ન.

ધનુર્માસ નિમિત્તેએસ. ટી. રોડ પર આવેલાં 116 વર્ષ જૂનાં શ્રી સ્વામિનારાયણ મંદિર, પોરબંદર નાં ઉપક્રમે માંગલ્ય હૉલ નાં વિશાળ સભા ખંડ માં વિશેષ કિર્તન ગાન, સત્સંગ સભા તથા ભવ્ય શાકોત્સવ નું આયોજન થયું હતું.
👍શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય નાં વિશ્વ વિખ્યાત ગાદી સ્થાન જેતપુર ધામ નાં મહંત, સદગુરુ પ. પૂ. નિલકંઠ ચરણદાસ જી (ગુરુજી )ની પ્રેરણા અને આજ્ઞા થી સમગ્ર ધર્મોત્સવ નું આયોજન શેઠ શ્રી મયંકભાઇ ધીરેનભાઈ કામદાર પરિવાર નાં મુખ્ય યજમાન પદે ધામધૂમ પૂર્વક થયું હતું.
👌🏿સમગ્ર સત્સંગ સભા માં પૂજનીય સદગુરુ શ્રી નિલકંઠ ચરણ દાસજી એ સંગીત મય કથા શ્રવણ માં સંપ્રદાય નું મહાત્મ્ય, ગૌરવ અને શ્રીજી મહારાજ નાં અલૌકિક પરચા, અને સંતો, મંદિરો અને સતશાસ્ત્ર નો આશ્રય કરવાથી થતાં ફાયદા વર્ણવી સાચા હરિ ભક્ત થવાં ની શિખ આપી હતી.ઉપસ્થિત પૂજનીય સંતો માં અમૃત વદન સ્વામિ શ્રી,જ્ઞાનસાગર સ્વામિ શ્રી તથા વૈભવ સ્વામિ જી એ પણ હરિ ભક્તો ને આશીર્વાદ પાઠવ્યા હતાં.શ્રી સાં દીપનિ ગુરુકુળ નાં આચાર્ય બિપીનભાઈ શાસ્ત્રી એ પ્રા સંગિક ઉદબોધન કરેલ.ડૉ. પરબતભાઈ ઓડેદરા સાહેબ નું વિશિષ્ટ સન્માન પણ પૂજનીય સંતો નાં વરદ હસ્તે થયેલ. કિર્તન મંડળી નાં અશ્વિનભાઇ મકવાણા, સતિષભાઈ મકવાણા, ચેતન સિંહ પરમાર વગેરે ગવૈયા હરિ ભક્તોએ ભારે જમાવટ કરી હતી.
🌺સંપ્રદાય ની આગવી વિશિષ્ટ તાં મૂજબ યોજાયેલ ભવ્ય શાકોત્સવ નાં અન્ય દાતા ઓ પરેશભાઈ દવે, સાગર જવેલર્સ, વિપુલભાઈ પુરોહિત, જિતેન ભાઈ રાઠોડ, અ. નિ અમૃતલાલ જોષી, ઉષાબેન લાખાણી, ભગવાનજી ભાઈ જોષી, અ. નિ. હર્ષાબેન ધોળકિયા, સંદીપભાઈ ગુસાણી, રમેશભાઈ મહેતા, પ્રતીક્ષા બેન પડા ણીયા, અ. નિ. હરિ સિંહ પરમાર, પ્રાણ જીવન દવે, અ. નિ. જુગત રાય પંડ્યા, અ. નિ. વ્રજલાલ રાઠોડ, પુરુષોત્તમ બળેજા, નારણજી ભાઈ દવે, મહેતા સ્ટીલ, દવે સ્ટીલ, અ. નિ. લીલાધરભાઇ દવે વગેરે પરિવારજનો નું પુષ્પ હાર થી સન્માન થયેલ.
🙏સમગ્ર ધર્મોત્સવ ને સફળ બનાવવા માટે વનરાજ સિંહ જાડેજા,તુષાર ભાઈ જોષી,રાજેન્દ્ર ભાઈ સોલંકી,કનુ ભાઈ ધોળકિયા,પિયુષ ભાઈ ખૂંટી, રાજુભાઈ ભરડવા, દેવ દવે, શિવ દવે, હિતેષભાઇ મકવાણા, આશિષભાઇ,કિરીટભાઈ જોષી,નરેન્દ્રભાઈ મહેતા, રાજ મહેતા, ઘનશ્યામભાઈ મહેતા, શૈલેષભાઇ સીકોતરા, નિલેશ મોઢા,અલ્પેશ દવે,વગેરે હરિ ભક્તો એ ભારે જહેમત ઉઠાવી હતી.
લિ. ટ્રસ્ટી ગણ
શ્રી સ્વામિનારાયણ મંદિર. પોરબંદર(
🙏🌹👍👌🏿🌺🙏 એસ. ટી. રોડ.)
