નેશનલ અને ઇન્ટરનેશનલની રોબોટિકસ સ્પર્ધામાં
પોરબંદરના વિદ્યાર્થીઓ બન્યા વિજેતા

અમદાવાદની સાયન્સ સીટી ખાતે વર્લ્ડ સ્ટેમ અને રોબોટિકસ ઓલમ્પીયાડ
સ્પર્ધાનું આયોજન કરાયું હતું

પોરબંદર : પોરબંદર રોબોફન લેબના વિદ્યાર્થીઓ નેશનલ અને ઇન્ટરનેશલની સ્ટેમ અને રોબોટિકસની
સ્પર્ધામાંવિજેતા બન્યા છે. આ વિદ્યાર્થીઓએ અમદાવાદની સાયન્સ સીટી ખાતે સ્પર્ધામાંભાગ લીધો હતો.
ર૧મી સદી એ ટેક્નોલોજીની સદી છે રોબોટિકસ સ્ટેમ અને કોડિંગ સંદર્ભમાં વિવિધ ટેક્નોલોજી સ્કીલમાં
વિદ્યાર્થીઓને સજજ કરતી પોરબંદરની ખાખચોકમાં કુબેર પ્લાઝા, ફર્સ્ટ ફલોર ખાતે આવેલી ‘રોબોફન લેબ’ના પાંચ વિદ્યાર્થીઓ અને ચાર ટીમે ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.
વર્લ્ડ સ્ટેમ અને રોબોટીકસ ઓલ્મપિયાડ (wsro) દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયેલ જેમાં તેજ
મદલાણી અને સોહમ લાલડીયાની ટીમે ‘ઓટોનોમસ સ્માર્ટ ડસ્ટબીન’નો પ્રોજેકટ રજુ કરેલ હતો. આ ટીમને જજ ચોઇસ ઍવાર્ડ મળેલો છે. આંશી મદલાણી અને કિશન અમલાણીએ ઓન્ટરથ્યોનર ચેલેન્જ, પ્રિત વાટલીયાએ યંગ સાયન્ટિસ્ટ, તેજ મદલાણી અને સોહમ લલાડીયાએ લેગો લાઇન ફોલોઇંગ અને યંગ સાયનિસ્ટ કેટેગરીમાંભાગ લીધો હતો.
બંને વિદ્યાર્થીઓને પોરબંદરની રોબોફન લેબના કોચશ્રી તેજલ જાડેજા અને જિજ્ઞાસા નાંઢાના સતત
માર્ગદર્શન આપેલ.
આ પ્રકાર નેશનલ તથા ઇન્ટરનેશનલ કક્ષાની સ્પર્ધામાં ઍવાર્ડમેળવી વિદ્યાર્થીઓએ સંસ્થાનું, સમગ્ર
પોરબંદર જિલ્લાનું તથા તેમના પરિવારનું ગૌરવ વધારવા બદલ સંસ્થાના સંચાલક સમીરભાઇ પુરોહિત,
ગોઢાણીયા સંકુલના પ્રમુખ ડૉ. વિરમભાઇ ગોઢાણીયા, વર્કિંગ ટ્રસ્ટી ડૉ. હિનાબેન ઓડેદરા, ટ્રસ્ટના અંગત સેક્રેટરીશ્રી કમલેશભાઇ થાનકી અને ગોઢાણીયા બી.એડ્. કોલેજના ડાયરેકટર ડૉ. એ. આર. ભરડા સહિત લેબના સ્ટાફ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
