લાયન્સ ક્લબ ઓફ પોરબંદર “બાપુ” ,પાયોનિયર ક્લબ ઓફ પોરબંદર અને સાગરપુત્ર સમન્વય દ્વારા ગણેશ વિસર્જન

લાયન્સ ક્લબ ઓફ પોરબંદર “બાપુ” ,પાયોનિયર ક્લબ ઓફ પોરબંદર અને સાગરપુત્ર સમન્વય પોરબંદર ના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા ના નિવાસ સ્થાને ગણેશોત્સવ ઉજવણી ના ભાગ રૂપે સ્થાપના કરવામાં આવી હતી અને આજે ધામધુમથી બેન્ડ બાજા અને મહારાષ્ટ્રીયન નૃત્ય સાથે ગણેશજી નું અસ્માવતી ઘાટ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.
આ ગણેશોત્સવ ઉજવણી પ્રસંગે પોરબંદર છાંયા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર છાંયા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી નું સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા,યક્ષ ખોરાવા,ઉમાબેન ખોરાવા, દેવશ્રી ખોરાવા અને લીલાબેન મોતીવરસ દ્વારા પુષ્પગુચ્છ આપી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
પાંચ દિવસ ગણેશજીની પૂજા અર્ચના કર્યા બાદ આજે વિસર્જન સમયે સંસ્થાના
પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા,માહી ગ્રુપના પ્રેસિડેન્ટ કમલભાઈ ગોસલીયા,પોરબંદર રેડક્રોસ ચેરમેન લાખણશીભાઈ ગોરાણીયા,
પ્રેમજીભાઈ ખુદાઈ,
રાજશીભાઈ પરમાર,દીપકભાઈ જુંગી,અશોકભાઈ ગોહેલ,
ચંદ્રેશભાઈ સામાણી,
ભરતભાઈ મોદી,પરેશભાઈ ટેવાણી, બાબુભાઈ ચૌહાણ,
હરજીવનભાઈ કોટીયા,જ્યેન્દ્રભાઈ ખુંટી,જયેશભાઈ માંડવીયા,હીતેન્દ્રસિંહ જાડેજા,દિલિપભાઈ ગંધા, મહેન્દ્રભાઈ જુંગી,યક્ષ ખોરાવા,મયુર કુહાડા,
લીલાબેન મોતીવરસ,ઉમાબેન ખોરાવા,દેવશ્રી ખોરાવા,
ચેતનાબેન થાનકી,સંગીતાબેન અમલાણી,મીનાક્ષીબેન ગજ્જર,જુલિબેન દાવડા,હેતલબેન સાણથરા, હર્ષાબેન રૂઘાણી અને મીનાબેન કોટીયા હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અને શ્રીમતી ઉમાબેન ના આર્થિક સહયોગથી કરવામાં આવ્યો હતો.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!