પોરબંદર ના રીક્ષા ચાલક ની પ્રમાણિકતા અને વિશ્વાસ પ્રોજેકટની મદદ થી પાર્સલ યોગ્ય જગ્યા એ પહોંચ્યું

વિશ્વાસ પ્રોજેક્ટ – પોરબંદર
આજ રોજ તા.૨૭/૦૯/૨૦૨૩ ના રોજ ગોહેલ જમનભાઇ પોતાની રીક્ષા નં.GJ23Y1498 માં જુનાગઢ થી આવેલ પાર્સલ, વિસાવદર ગોડાઉન ટ્રાન્સપોર્ટ ,પોરબંદર થી લઇ ને નવા ફુવારા પાસે આવેલ ડાયપર હાઉસ ખાતે પાર્સલની ડીલેવરી કરવા જતા તેઓનું પાર્સલ જુના ફુવારા થી નવા ફુવારાની વચ્ચે વાડીયા રોડ ઉપર પડી ગયેલ હોય જે પાર્સલ જયદિપભાઇ ભટ્ટ પોતાની રીક્ષા નં.GJ06AB1641 લઇ ને પેસેંજર ને મુકવા જતા હોય તે દરમ્યાન તેઓને એક પાર્સલ મળી આવેલ જેની કિંમત રૂ. ૭,૧૮૮/- હોય જેથી રીક્ષા ચાલક જયદીપભાઇ એ પ્રામાણીક્તા દર્શાવી ને નેત્રમ-કમાન્ડ & કન્ટ્રોલ સેન્ટર ખાતે રૂબરૂ આવી અને જણાવેલ કે તેઓને વાડીયા રોડ પરથી એક પાર્સલ મળેલ જે કોનું હોય તેની જાણ નથી જેથી નેત્રમ ના ઇન્ચાર્જ દ્વારા નેત્રમ સ્ટાફ ને કેમેરા સર્વેલન્સ કરવા જણાવેલ જેથી લગત કેમેરાનું સર્વેલન્સ કરતા ગણતરીની મીનીટોમાં જ VISWAS PROJECT અંતર્ગત લગાવવામાં આવેલ CCTV કેમેરાના જુના ફુવારા લોકેશન પરથી એક સામાન ભરેલ રીક્ષા ક.૧૦:૦૭ વાગ્યે ત્યાંથી નીકળેલ જેમાં મળી આવેલ પાર્સલ જેવાજ બીજા બે પાર્સલ આ રીક્ષાની અંદર દેખાતા હોય જેથી તે રીક્ષા ચાલકનો સંપર્ક કરતા તે ડાયપરનું એક પાર્સલ રસ્તામાં પડી ગયેલ હોય તેવું જણાવેલ જેથી તે રીક્ષા ચાલકને નેત્રમ ખાતે બોલાવી પાર્સલ લગત જરૂરી ટ્રાન્સપોર્ટ્ના ડોક્યુમેન્ટ ચેક કરી ને ડાયપરનું બોક્ષ જેની અંદર રહેલા ડાયપરના પેકીંગ નંગ-૧૨૦ જેની ખાત્રી જેતે એજન્સી પાસેથી રિક્ષા ચાલકે પાર્સલ લીધેલ હતું અને જ્યાં પાર્સલ આપવાનું હતું ત્યાં કોન્ટેક્ટ કરી ને ખરાઈ કરીને રીક્ષા ચાલક જમનભાઇને પરત અપાવેલ છે. જેથી અરજદાર દ્વારા કમાન્ડ & કંટ્રોલ ટીમ-પોરબંદર તેમજ જયદીપભાઇ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
નેત્રમ, કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર
ડી.એસ.પી ઓફિસ કમ્પાઉન્ડ
વાડિયા રોડ , નવા ફુવારા નજીક
પોરબંદર -૩૬૦૫૭૫
ફોન – ૦૨૮૬- ૨૨૧૩૩૦૦
ઈ મેઈલ – ccc-por@gujarat.gov.in
