ભારતમાં પ્રથમ વાર MOTO GP ઇવેન્ટ યોજાઈ : ભવિષ્ય માં ભારત માટે આ ઇવેન્ટ ઇ…

ભારત માં પ્રથમ વખત MOTO GP ભારત 2023નું આયોજન કરાયું : ભારત માં આ રેસ ઇકોનોમી બુસ્ટર સાબિત થશે. (Story by nimesh gondaliya)

MOTO GP વિશ્વની HIGHEST CLASS OF MOTOR CYCLE ROAD RACING EVENT છે.
MOTO GPનું આયોજન પોરબંદર ના ડો.આકાશ રાજશાખા એ કર્યું
પોરબંદરના ડો.આકાશ રાજશાખાની કંપની FAIR STREET SPORTS દ્વારા ભારતમાં પ્રથમવાર MOTO GP ભારત 2023નું આયોજન પોતે કર્યું હતું.
MOTO GP થી દેશને ઇકોનોમીકલ રિતે અનેક ફાયદા
MOTO GP થી ભારતને ૯૬૦ કરોડની ઈકોનોમી મળશે આ આયોજન દ્વારા આર્થિક રીતે આસપાસના વિસ્તારોમાં હોટલ, રેસ્ટોરન્ટ, ટ્રાન્સપોર્ટ તેમજ અન્ય ધંધાકિય પ્રવૃત્તિમાં સારા પ્રમાણમાં વધારો થશે વિશ્વ લેવલ પર ભારતની પ્રતિષ્ઠા વધશે તેમજ દેશ-વિદેશના બીઝનેસમેન ભારતમાં પોતાનો વ્યવસાય કરવા માટે આવશે રોજગારીના નવા અવસરો ખૂલશે. MOTO GP ના ઇવેન્ટથી ભારતની યુવા પેઢીને વિશ્વ લેવલની રમતમાં ભાગ લેવાની પ્રેરણા મળશે. આ ઈવેન્ટથી વિશ્વના પ્રવાસીઓને આકર્ષવા માટેનું મહત્વપૂર્ણ પગલું કહેવાય. આ રમતનું જીવંત પ્રસારણ વિશ્વમાં ૫૦ કરોડથી પણ વધુ ઘરોમાં જોવાય છે.

MOTO GPનું આયોજન દિલ્હી ગ્રેટર નોઈડામાં કરવામા આવ્યું હતું

દિલ્હી ગ્રેટર નોઈડામાં આવેલા બુધ્ધ ઈન્ટરનેશનલ સર્કિટમાં ગત 23 અને 24 સપ્ટેમ્બર ના રોજ કરાયું હતું જે વિશ્વના શ્રેષ્ઠ રેસીંગ ટ્રેકમાંનો એક છે.
આ ઈવેન્ટમાં વિવિધ સેલિબ્રિટી એ પણ નિહાળી રોમાંચ અનુભવ્યો



ભારતના વિવિધ સેલિબ્રિટી સહિત ના લોકો પધારેલા જેમાં U.P. ના C.M. યોગી આદિત્યનાથ, આધ્યાત્મિક સદગુરૂ, કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુર, બોલીવુડના અભિનેતા રણવિરસિંહ, જોહન અબ્રાહમ, દિવ્યા ઘોંસલાકુમાર, ક્રિકેટ જગતમાંથી શિખર ધવન, યુવરાજસિંહ તેમજ બોલીવુડનું યારીયા ટર્ન સ્ટારકાસ્ટ ત્યાં પધારેલા. તેમજ અન્ય સ્ટાર તેમજ ૧૫૦૦૦ જેટલા વિદેશી પ્રવાસીઓ આવેલા જેમાં ૮૨ રાઈડર તેમજ તેની ૪૧ ટીમ પણ વિદેશથી આવેલી જેમાં ૫૦૦૦ જેટલા આ તમામ ટીમના સદસ્ય પણ સામેલ હતા
સરકાર દ્વારા વિઝા અને કસ્ટમ ની સુવિધામાં સરળતા આપવામાં આવી
આ આયોજન માટે ભારત સરકાર તેમજ યુ.પી. સરકારનું મહત્વનું યોગદાન વીઝા અને કસ્ટમ માટે રહેલું છે. આયોજન માટે યુ.પી. સરકારના ૮૦૦૦ પોલીસ કર્મચારી તેમજ ૪૫૦થી વધારે યુ.પી. સરકારના ઉચ્ચ અધિકારીની સહાય મળી હતી જેમાં વિદેશી મહેમાનો ને માટે વિઝા પ્રોસેસ માં સરળતા રહી હતી
આ ઈવેન્ટની મહત્વતા અનેક ગણી
MOTO GP પ્રથમ વખત ભારતના ઈતિહાસમાં રેસ માટે ભારત આવેલી MOTO GP ના વિશાળ આયોજનથી લોકોની મેદની સંભાળવા માટે ટ્રાફીક વ્યવસ્થા સંભાળવા માટે યમના એકસપ્રેસ વે ત્રણ દિવસ માટે ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવેલો આ સ્પોર્ટસ MOTO GP વિશ્વની રેસીંગની દુનિયાની પાંચમા નંબરની રમત છે ૧,૦૪,૦૦૦ આસપાસ લોકો MOTO GP ઈવેન્ટ જોવા માટે આવ્યા હતા .
MOTO GP ભારતમાં ભવિષ્ય ઇકોનોમી બુસ્ટર સાબિત થશે
ડો.આકાશ રાજશાખાની કંપનીએ MOTO GP સાથે ૭ વર્ષનો કોન્ટ્રાકટ કરેલો જેથી ભવિષ્યમાં લોકોને આ ક્ષેત્રમાં પોતાનું કેરીયર બનાવવાનો મોકો મળશે.અને ભારત માટે આ ઇવેન્ટ ઇકોનોમી બુસ્ટર બની રહેશે .
ડો.આકાશ રાજશાખા પોતે ડોકટર હોવા છતાં આજની નવી યુવા પેઢી માટે પ્રેરણાદાયક કાર્ય કરી ડો.આકાશ રાજશાખાએ વિશ્વ લેવલે જે રેસની દુનિયામાં પોતાનું ભવિષ્ય બનાવવા ઈચ્છતા હતા તેના માટે બહુ મહત્વપૂર્ણ પગલું કહેવાય તેવું કાર્ય કરી અને તેમણે ભારતમાં તેમજ ગુજરાતમાં પોરબંદરનું નામ રોશન કરેલ ભારતમાં દેશ વિદેશના રેસર આવેલા જેમ કે ઈટલી, જાપાન, પોર્ટુગલ, યુ.એસ.એ., સ્પેન વગેરે.

ડો.આકાશ રાજશાખાનું MOTO GP વિશે પોરબંદરમાં પ્રેસ કોંફરન્સ યોજી જણાવ્યું હતું કે આ રમત દ્વારા આવનારા સમયમાં વિશ્વ લેવલ પર જે ભારતના નવા યુગનો પ્રારંભ થયેલો છે તેમાં મહત્વનું પગલું કહી શકાય અત્યાર સુધી જે ભારતની છબી ફકત ખેતીપ્રધાન અને પારંપરીક ઉદ્યોગમાં હતી તેનાથી પણ વધુ વિશ્વની એક નવી રમતમાં પોતાનું સ્થાન ભારતના લોકો ભવિષ્યમાં બનાવે તેવું સપનું છે. આવનારા સમયમાં વિશ્વમાં અન્ય દેશોમાં જયાં પણ MOTO GP જેવા ઈવેન્ટ થશે તેમાં ભારત ની આવનારી યુવા પેઢી ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને દેશનું નામ રોશન કરશે તેના માટેનું આ એક મહત્વનું પગલું છે. આ ઈવેન્ટ દ્વારા ભારતમાં એક નવી ઈકોનોમીનો પ્રારંભ થશે તેવું સ્પષ્ટપણે પોતાનું માનવું છે. જે વિશ્વના લોકોને એક વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ તરીકે આગળ વધવાની ભારતની જે છબી છે એના માટેનું આ એક મહત્વપૂર્ણ પગલું કહી શકાય. આ રમતથી ટુ વ્હીલરની રમતને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે ભારતના લોકો માટે મહત્વપૂર્ણ પગલું કહી શકાય. MOTO GP દ્વારા આવનારી નવી યુવા પેઢી માટે વિશ્વમાં પોતાના ભવિષ્યમાં અનેક નવા રેસીંગની દુનિયામાં અવસરો ખૂલશે. આ પહેલાં પણ યુવાનોને યોગ્ય તક મળી રહે તે માટે પોતે પોરબંદરમાં નમો કપ જેવી ક્રિકેટની રમતનું આયોજન કરેલું છે. તેમજ ભવિષ્યમાં પણ આવા અનેક ઈવેન્ટ યુવા પેઢી માટે કરવાની ઈચ્છા છે.
MOTO GP માટે વિદેશથી ૧૨૦૦ આસપાસ લોકો આયોજન માટે આવેલા જેના તુરંત વીઝાની કામગીરી કરવામાં આવેલી MOTO GP ના આ આયોજનમાં ૨૫૦ સી.સી. ૬૦૦ સી.સી. અને ૧૦૦૦ સી.સી.ના સ્કુટરોએ રેસ કરેલી
