જી.એમ.સી. સ્કૂલ ખાતે ‘Emotional Intelligence’ વિષય પર વર્કશૉપ યોજાયો
મનોવિજ્ઞાન વિષયને હકીકત જગતમાં કઇ રીતે ઉપયોગમાં લઇ જીવનને સાર્થક બનાવવા માટેનું સચોટ માર્ગદર્શન
આપતી પોરબંદરની એકમાત્ર જી.એમ.સી. સ્કૂલ
આજના આ હરીફાઈ અને તણાવયુક્ત વાતાવરણમાં માણસ જીવનના ડગલેને પગલે હતાશા અને નિરાશા અનુભવે છે. પોતાની લાગણીઓ અને આવેગોને કંટ્રોલમાં રાખી શકતા નથી. એવામાં આજની આ યુવાનપેઢીને પોતાની લાગણીઓ અને પોતાની ભાવનાઓને નિયંત્રણમાં રાખી જીવનમાં પોતાના લક્ષ્ય પર ધ્યાન આપી કેવી રીતે સફળતાની સિદ્ધિઓ પ્રાપ્ત કરવી એનું જ્ઞાન અને પોતાના સપનાઓને કેવી રીતે આકર્ષિત કરવા એનું પ્રેક્ટિકલ ડેમો અને એક્ટિવિટી કરાવી સચોટ માર્ગદર્શન અપાયું હતું. આ પ્રકારની ટ્રેનીંગ દ્વારા જી.એમ. સી. શાળા પોતાના વિધ્યાર્થીઓને જીવનમાં ઉપયોગી એવા પાસાઓનું જ્ઞાન આપી ઉજજવળ ભવિષ્ય માટે ધડે છે. ધોરણ 12 ના વિધ્યાર્થીઓને લાઈફ મેનેજમેંટ કોર્ષના ભાગ રૂપે અલગ અલગ વિષયો પર ટ્રેનીંગ નું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વખતે ‘ઇમોશનલ ઈંટલિજન્સ’ વિષય ઉપર ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના જાણીતા મનોવૈજ્ઞાનિક શિવાની સામાણી જેઓને મુંબઈ અને ચેન્નાઈ જેવા સેન્ટરોમાથી પોતાનું મનોવિજ્ઞાન, ક્લિનિકલ હિપ્નોસિસ, NLP (ન્યૂરો લીંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ), ગ્રાફોલોજી, સાઇકોથેરપી જેવા અનેક કોર્ષોમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. તેઓએ પોતાના અનુભવો અને પોતાના શિક્ષણનો નિચોડ આપી આ વર્કશૉપને સફળ બનાવ્યો હતો. આ ટ્રેનીંગ માટે તેમણે ઘણા પ્રેક્ટિકલ દિયા લાઈટેનિંગ મેડિટેશન , એક્ટિવિટી દ્વારા વિધ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાની લાગણીઓ અને આવેગો ઉપર નિયંત્રણ રાખી પોતાની અંદર છુપાયેલી કાબેલિયત ઉપર વિશ્વાસ કરી આત્મવિશ્વાસથી આગળ કેવી રીતે વધવું અને પોતાના અચેતન મનની શક્તિઓને પારખી જીવનમાં કાંઇક કરી બતાવવાની પ્રેરણા વિધ્યાર્થીઓમાં જન્માવેલી હતી.
પોરબંદરની લગભગ એકમાત્ર શાળા છે જે ધોરણ ૧૧ અને ૧૨ ના વિધ્યાર્થીઓને મનોવિજ્ઞાન વિષયનું માત્ર પોપટિયું જ્ઞાન નહી પરંતુ અપ્લાઇડ પોસીટીવ સાઇકોલોજીનું જ્ઞાન અને ટ્રેનીંગ આપે છે, એ પણ સર્ટીફાઇડ અને નિષ્ણાંત મનોવૈજ્ઞાનિક દ્વારા. જી.એમ.સી. સ્કૂલ હમેંશા સમયના પરીવર્તનને સ્વીકારે છે એના ભાગરૂપે જી.એમ.સી. સ્કૂલએ કોરોના પછીના સમયમાં લોકો જેમ શારીરિક સ્વાસ્થ્યની તંદુરસ્તીને સમજે છે એવી જ રીતે માનસિક તંદુરસ્તીને જાળવવી પણ જરૂરી છે એ ગંભીરતા સમજી આવી પ્રેક્ટિકલ ટ્રેનીંગનું આયોજન કરી પોતાના વિધ્યાર્થીઓને જીવનના વાસ્તવિક પરિસ્થિતિઓની સામે લડવા તૈયાર કરે છે.
જી.એમ.સી. સ્કૂલના આ આગવા અને નવા પ્રકારના ટ્રેનીંગ વર્કશોપને જીએમસી સ્કૂલ પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા ટ્રસ્ટ્રી દેવાભાઈ ભૂતિયા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રતાપભાઈ ઓડેદરા અને તમામ સ્ટાફે શુભેરછા પાઠવી હતી.