પોરબંદર જિલ્લાકક્ષાની શાળાકીય કુસ્તી સ્પર્ધા યોજાઈ
૬૮મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લાકક્ષા કુસ્તી અંડર ૧૪,૧૭,૧૯ સ્પર્ધામાં ૫૭ ખેલાડીઓએ ભાગ લીધો
પોરબંદર, તા. ૨૧, ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિતસ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા સંચાલિત ૬૮મી અખિલ ભારતીય શાળાકિય જિલ્લાકક્ષા કુસ્તી અન્ડર-૧૪, ૧૭, ૧૯ ભાઈઓ તથા બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લાની અલગ અલગ શાળા-સંસ્થામાંથી આ સ્પર્ધામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધાનું આયોજન રાણા કંડોરણાના પરિશ્રમ વિદ્યાલય ખાતે થયું હતું. આ સ્પર્ધામાં ૫૭ ખેલાડીઓએ ભાગ લીધો હતો. પોરબંદર જિલ્લા રમતગમત અધિકારી ડૉ.પ્રવિણાબેન પાંડાવદરા, પરિશ્રમ સ્કૂલના મેનેજીંગ ડાયરેક્ટર ભાયાભાઈ બારિયા, જેસલભાઈ કડછા, ઘેલુભાઈ કાંબલિયા તેમજ વિવિધ શાળાના વ્યાયામ શિક્ષકો કોચ તથા વાલીઓ આ સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા હતા.