નશાબંધી અને આબકારી ખાતા પોરબંદર દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણી

નશાબંધી અને આબકારી ખાતા પોરબંદર દ્વારા નશાબંધી સપ્તાહ ઉજવણી 2023 નું તા.2/10/23 થી 8/10/23 સુધી આયોજન કરવામાં આવેલ છે.
આ ઉજવણી ના ભાગરૂપે આજરોજ તા.2/10/23 ના રોજ પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા નશાબંધી અધિકારી પી.આર. ગોહેલ ,જિલ્લા કલેક્ટર લાખાણી સાહેબ,ડી.એસ.પી. ભગીરથસિંહ જાડેજા સાહેબ,ડી.વાય.એસ.પી. ઋતુ રાબા સાહેબ,પોરબંદર છાંયા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખશ્રી ચેતનાબેન તિવારી તથા લાયન્સ ક્લબ ઓફ પોરબંદર “બાપુ”,પાયોનિયર ક્લબ પોરબંદર અને સાગરપુત્ર સમન્વય ના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા તથા લાયન્સ ક્લબ ઓફ પોરબંદર મેઈન્સ ના પ્રેસિડેન્ટ નિધિબેન શાહ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી નશાબંધી સપ્તાહનું ઉદ્ઘાટન કરવામાં કરવામાં આવેલ.
આ પ્રસંગે સાંસ્કૃતિક પ્રોગ્રામ, રાસ ગરબા,ગરબા શણગાર અને આરતી શણગાર સ્પર્ધા રાખવામાં આવેલ આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.આ ગરબા શણગાર સ્પર્ધામાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય સ્થાને આવેલ સ્પર્ધકોને અને આરતી શણગાર સ્પર્ધામાં એક થી છ સુધી આવેલ નંબરના સ્પર્ધકોને ઈનામો આપી સન્માનવામાં આવ્યા હતા.તેમજ રાસ ગરબા માં ભાગ લેનાર દરેક ખેલૈયાને ગિફ્ટ આપવામાં આવી હતી.


આ રાસ ગરબા,ગરબા શણગાર અને આરતી શણગાર સ્પર્ધા સંતોકબેન વિંઝુડા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે.
આ નશાબંધી સપ્તાહના આયોજનમાં સહ અયોજક તરીકે લાયન્સ ક્લબ ઓફ પોરબંદર “બાપુ”,પાયોનિયર ક્લબ પોરબંદર અને સાગરપુત્ર સમન્વય ને જોડવા બદલ સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાએ જિલ્લા નશાબંધી અધિકારી પી.આર. ગોહેલ સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સંસ્થા ના મેમ્બર જ્યેન્દ્રભાઈ ખૂંટી અને પીયૂષભાઈ મજીઠીયા એ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અને ઉમાબેન ખોરાવા એ આર્થિક સહયોગ આપેલ છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!