પોરબંદર ખારવા સમાજ નુ ગૌરવ જીગર ધર્મેશભાઈ મસાણી અગ્નીવીર સોલ્જર પોસ્ટીંગ – અરૂણાચલ પ્રદેશ
પોરબંદર ખારવા સમાજ પંચાયત મંદિર મઢી ની બાજુમા રહેતા મધ્યમ પરિવાર મા જન્મેલ જીગર ધર્મેશભાઈ મસાણી સોની ની દુકાન મા કામ કરતા કરતા પોતાનો અભ્યાસ પૂર્ણ કરી અગ્નીવીર સોલ્જર ની તૈયારી કરતા હતા. પોરબંદર ગ્રાઉન્ડ ખાતે તરૂણભાઈ ગોહેલ ના હાથ નીચે સખત ટ્રેનીંગ આપ્યા બાદ આગળની ટ્રેનીંગ માટે સીલેક્ટ થયેલ હતા, જે ખુબજ કપરી ટ્રેનીંગ હતી. મહાન મરાઠા સમ્રાટ શીવાજી મહારાજ થી પ્રેરીત કર્ણાટક રાજ્ય ના બેલગામ જીલ્લા મા MARATHA LIGHT INFANTRY ખાતે દેશની સેવા માટે 1.5 (દોઢ) વર્ષ ની ટ્રેનીંગ આપેલ તેમા પાસ થયેલ હતા. અને ત્યારબાદ ખુબજ કપરી એવી 1 (એક) વર્ષ ની ફાઈનલ ટ્રેનીંગ ત્યાં બેઝ કેમ્પ મા આપવાની હતી, જેમા પાસ થવુ લોઢા ના ચણા ચાવવા જેવુ કામ હતુ. પણ જેનામા ખારવા નુ ક્ષત્રીય શૌર્ય થી ભરપુર લોહી હોય તે કદી પીછે હઠ ન કરે, જીગરભાઈ એ માતા-પિતા ના આર્શિવાદ લઈ આ ટ્રેનીંગ ની શરૂઆત કરી. ખુબ જ મહેનત કરી અને તનતોડ પસીનો વહાવ્યા બાદ આ કપરી ટ્રેનીંગ પાસ કરી અગ્નીવીર સોલ્જર તરીક બહાર આવ્યા. આજે જીગરભાઈ મસાણી ની પોસ્ટીંગ અરૂણાચલ પ્રદેશ મા કરવામા આવેલ છે.
જીગરભાઈ પોતાના પરિવાર અને સમગ્ર પોરબંદર ખારવા સમાજનુ ગૌરવ વધાર્યુ છે. મા ભોમ ની રક્ષા નુ કાર્ય એ દુનિયાનુ સૌથી મહાન કાર્ય છે. સમગ્ર પોરબંદર ખારવા સમાજને જીગરભાઈ ઉપર ખુબ જ માન છે. ભવિષ્યમા જીગરભાઈ ભારત દેશની ખુબ સેવા કરે અને ભારત દેશનુ રક્ષણ કરે તથા ભારતદેશ ને દુનિયામા શ્રેષ્ઠ બનાવવામા નિમિત્ત બને એવી શુભેચ્છાઓ સાથે આર્શિવાદ.