પોરબંદરના યુવાનની સિદ્ધિ સી.એ. ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને 66% સાથે પાસ

વિ.જે.મદ્રેસા હાઈસ્કૂલ ના ઓડિટર મનીષભાઈ તકવાણી ના પુત્રએ સી.એ. ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને 66% સાથે પાસ કરતા અભિનંદન પાઠવાયા
ICAI (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા) દ્વારા લેવાયેલી CA પરીક્ષાઓનાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં પોરબંદર ના જાણીતા ઓડિટર મનીષભાઈ તકવાણી ના પુત્ર નિશાંત તકવાણી એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (C.A.)ની ફાઈનલ પરીક્ષા પ્રથમ પ્રયત્ને 66% સાથે પાસ કરતા વિ.જે.મદ્રેસાના ઓન. સેક્રેટરી ફારૂકભાઈ સુર્યા, પ્રિન્સિપાલ મુલતાની, એચ. આર. શિવાની સમાણી સહીત સ્ટાફે અભિનંદન પાઠવ્યા છે અને આગામી દિવસોમાં નિશાંત મનીષભાઈ તકવાણી વધુ ને વધુ સફળતા ના શિખરો સર કરી પોરબંદર નું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
Please follow and like us:
CATEGORIES Porbandar
