પોરબંદર જિલ્લાના રાણાવાવ તથા કુતિયાણા ખાતે “રજીસ્ટ્રેશન માર્ગદર્શન શિબિર” યોજાઇ

પોરબંદર.તા.૦૪, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૨.૦ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન તા. ૨૩/૦૯/૨૦૨૩ થી શરુ થયેલ છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભ ૨.૦ નું આયોજન હાથ ધરવામાં આવનાર હોઈ જેમાં શાળા કક્ષાથી રાજ્ય કક્ષા સુધીની સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવેલ છે.

પોરબંદર જિલ્લાની તમામ શાળાઓનું ૧૦૦% રજીસ્ટ્રેશન થાય તેવા હેતુથી આજરોજ  બી.આર.સી.ભવન, રાણાવાવ તથા કુમાર શાળા નંબર – ૧, બી.આર.સી.ભવનની બાજુમાં, કુતિયાણા ખાતે ખેલ મહાકુંભ ૨.૦ ” રજીસ્ટ્રેશન માર્ગદર્શન શિબિર” નું આયોજન કરવામાં આવેલ હતું.. આ બેઠકમાં ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત અલગ અલગ કક્ષાએ યોજાનાર સ્પર્ધાઓ તથા ખેલાડીઓના ઓનલાઈન રજીસ્ટ્રેશન અંગેની તમામ માહિતી તથા માર્ગદર્શન જિલ્લા રમત વિકાસ અધિકારી, પોરબંદર ડૉ.મનીષ જીલાડીયા દ્રારા આપવામાં આવી હતી.

આ બેઠકમાં રાણાવાવ તાલુકા અને કુતિયાણા તાલુકાની તમામ શાળાઓના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!