થનગનાટ ગૃપ ઓફ પોરબંદર દ્વારા નવરાત્રી નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો
થનગનાટ ગૃપ ઓફ પોરબંદર નાં સ્થાપક પ્રમુખ સ્વ.ધીરુભાઈ ઓડેદરા દ્વારા ૨૫ વર્ષ પહેલાંથી સંસ્થા નાં લોકોપયોગી કાર્ય રૂપે નવરાત્રી પહેલા નાં રવિવારે થેલેસેમીયા પીડીત બાળકો નાં લાભાર્થે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવે છે જે એમનાં દેહાવસાન બાદ પણ થનગનાટ ગૃપ ઓફ પોરબંદર ની નવી ટીમ દ્વારા અચૂક અને અવિરત ચાલુ છે…
આ ક્રમમાં તા.૮-૧૦-૨૩ ને રવિવારે થનગનાટ ગૃપ ઓફ પોરબંદર દ્વારા ગૃપ નાં મેમ્બર સ્વ લખુભાઈ કડછા તથા જાણીતા આર્ટીસ્ટ અને થનગનાટ નાં સંગાથી સ્વ પપ્પુભાઈ(નિલેશભાઈ)ઓડેદરા ની સ્મૃતિમાં આયોજિત અને શ્રી રામ બ્લડ બેંક નાં સહયોગ સાથે એચ.ડી.એફ.સી બેંક પ્રોત્સાહિત બ્લડ ડોનેશન કેમ્પ ને રક્તદાતાઓ નો બહોળો પ્રતિસાદ સાંપડયો જેમાં વિવિધ બ્લડ ગૃપ ની ૧૪૨ જેટલી બોટલ એકત્ર થઈ જે થેલેસેમીયા પીડીત બાળકો નાં લાભાર્થે ઉપયોગ કરવામાં આવશે…
થનગનાટ ગૃપ ઓફ પોરબંદર નાં પ્રમુખ-માલદેભાઈ મોઢવાડીયા,મંત્રી-સુનીલ મોઢા,ખજાનચી-અમરભાઈ કુછડીયા,
કારોબારી સભ્યો…વિજયભાઈ ઓડેદરા,જયેન્દ્રભાઈ ખુંટી,જય પારેખ,કિશન રાઠોડ,દિલિપભાઈ ગંધા,દર્શિતભાઈ ગોસ્વામી,પિયુષભાઈ મજીઠીયા,ડો.રાજેશભાઈ કોટેચા,રામભાઈ મોઢવાડીયા,ઉમેશરાજ બારૈયા
શ્રી રામ બ્લડ બેંક નાં…મેનેજીંગ ટ્રસ્ટી-જયપાલસિંહ જેઠવા,ટ્રસ્ટી-અનિલભાઈ મોતીવરસ,
સ્ટાફ…કૈલાશભાઈ રાઠોડ,આશિષભાઈ સરવૈયા,મંથનભાઈ જોષી,તેજસભાઈ વિરડા
એચ.ડી.એફ.સી બેંક, પોરબંદર બ્રાંચ ઓપરેશન મેનેજર-દિપેશભાઈ વિઠલાણી,
સ્ટાફ…મિલનભાઈ જોષી,હાર્દિકભાઈ ગણાત્રા,પાર્થભાઈ બદિયાણી
આ તમામ મિત્રોએ રક્તદાન કેમ્પ ને સફળ અને સાર્થક બનાવવા ખુબ જહેમત ઉઠાવી છે…