પોરબંદરની સામાજીક સંસ્થાની બન્ને મહિલા ઓ એ વિશ્વ કક્ષાએ ગૌરવ સાથે સન્માન મેળવ્યું
પોરબંદર માટે ગૌરવ ખુબજ આગવું વ્યક્તિત્વ ધરાવનારા અને પરમ સેવાભાવી એવા હિરલબા જાડેજા અને નિધી શાહ મોઢવાડિયા ને
સન્માન સાથે એવોર્ડ પ્રાપ્ત
પોરબંદરની સામાજીક સંસ્થાની બન્ને મહિલા ઓ એ વિશ્વ કક્ષાએ ગૌરવ સાથે સન્માન મેળવ્યું.
લાયન્સ ઇન્ટરનેશનલ મલ્ટીપલ 3232 ગુજરાત લાયન્સ 2023-2024નો એન્યુઅલ મલ્ટીપલ કોનવેંશન કાર્યક્રમ તા. 27તથા 28 એપ્રિલના રોજ “ફોરમ બેંકવેટ “ક્લબ 07, શોલા,અમદાવાદ માં યોજાઈ ગયો હતો.
ઉપરોક્ત કાર્યક્રમમાં પરમ સેવાભાવી અને આપણા સૌના લાડીલા એવા MJF લાયન હિરલબા જાડેજા જેઓ હાલ લાયન્સ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨ જે ના ગવર્નર છે અને પોરબંદરની સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલ છે.તેમજ સ્વ.ભુરા મુંજા જાડેજા ચેરીટેબલ ટ્રસ્ટ ના ડાયરેકટર તરીકે તેઓ ૫૩ જેટ્લી સેવાઓ વિના મૂલ્યે ચલાવી સમાજ માં છેવાડા ના માનવી સુધી પોતાની સેવા ઓ પૂરી પાડી રહ્યા છે. ડિસ્ટ્રિક્ટ 3232 જે ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે પ્રસ્થાપિત થયેલ છે,એમને આવતા વર્ષ ૨૦૨૪/૨૫ માટે મલ્ટીપલ ૩૨૩૨ ના મલ્ટિપલ ટ્રેઝરર તરીકેની જવાબદારી સોંપવામાં આવેલ છે.જે સમગ્ર પોરબંદર માટે ગર્વની અનુભૂતિ કહેવાય છે.
મલ્ટીપલ ડિસ્ટ્રિક્ટમાં સાત જેટલી ડિસ્ટ્રિક્ટ નો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં અનેક લાયન્સ કલબ જોડાયેલ હોય છે.
પોતાનું સમગ્ર જીવન લોકઉપયોગી સેવા તથા દરિદ્રનારાયણની સેવામાં સમર્પિત કર્યું છે ત્યારે સેવાના કાર્યના ભાગ રૂપેઆ એક વધુ કલગી હીરલબા જાડેજા ની સેવા માં ઉમેરાઈ છે
લાયન્સ કલબ પોરબંદર ના પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડીયાને પણ લાયન્સ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ લાયન ડો. પ્રેટ્ટી હિલદ્વારા બેસ્ટ પ્રેસિડેન્શીયલ લીડરશીપ સર્વિસ એવોર્ડ માટે પસંદગી પામેલ, તે એવોર્ડ આ કાર્યક્રમમાં ગુજરાત લાયન્સ ના વિઝનરી લિડર પી આઈ ડી પ્રવીણભાઈ છાજેડ અને હીરલબા જાડેજા ના હસ્તે એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ.
પોરબંદર લાયન્સ ક્લબ ના બંને નારીરતનોનું અદકેરું સન્માન થતાં ક્લબ અને પોરબંદર ગર્વ ની લાગણી અનુભવે છે
તેમજ લાયન્સ પ્રેસિડેન્ટ નિધિ શાહ મોઢવાડિયા એ ઇન્ડીવ્યુડલ એવોર્ડ માટે ઇન્ટરવ્યૂ આપી લાયન્સ કલબ પોરબંદર તથા પોરબંદરનું નામ રોશન કરેલ છે.
પોરબંદરની આ બંને મહિલાઓએ નારી તું નારાયણી પંક્તિને સાર્થક કરી બતાવી છે.
“તમારા દરેકની અંદર પુરુષત્વ અને સ્ત્રીત્વ વચ્ચે સંતુલન રાખવું એ જીવનના વધુ ઊંડા પરિમાણોને બુદ્ધિ અને અનુભવથી જાણવા માટે એકમાત્ર માર્ગ છે”. મહિલાઓને સતત વધું કાર્યક્ષમ, સ્પર્ધાત્મક અને વધુ સારા થવાની સંસ્કૃતિ સમાજને વધારે સ્ત્રીત્વમય બનાવવામાં ગતિશીલ રહીશું તો જ સમાજ સૌમ્ય બની રહેશે