પોરબંદરના યુવાનની JCIના ઝોન સેક્રેટરી તરીકે પસંદગી

JCI પોરબંદરના પૂર્વ પ્રમુખ રોનક દાસાણીની ઝોન કક્ષાએ નિમણુંક

જેસીઆઈ પોરબંદરના પૂર્વ પ્રમુખ રોનક દાસાણી ઝોન સાતના ઝોન સેક્રેટરી તરીકે પસંદગી કરવામાં આવી છે.

વ્યક્તિત્વ વિકાસના હેતુ સાથે વર્ષ 2014મા લાખણશી ગોરાણીયાના નેતૃત્વમાં પોરબંદર ખાતે આંતરરાષ્ટ્રીય સંસ્થા જેસીઆઈ પોરબંદર પ્લસની સ્થાપના કરવામાં આવી. આમ છેલ્લા નવ વર્ષથી પોરબંદરમાં જેસીઆઈના માધ્યમથી અનેક કાર્યક્રમોના આયોજનો થયા અને આ આયોજનોના કારણે પોરબંદર વિસ્તારના અનેક વ્યક્તિઓના ભીતરમાં પડેલી કાબેલિયતને બહાર લાવી યોગ્ય સ્ટેજ આપવામાં આવ્યું છે.

■ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ નેતૃત્વ:
પોરબંદરમાં જેસીઆઈની સ્થાપના બાદ બીજા વર્ષથી સતત પોરબંદરના સભ્યોએ ઝોન અને નેશનલ કક્ષાએ નેતૃત્વ પૂરું પાડ્યું છે તેમાં લાખણશી ગોરાણીયાએ ઝોન સેક્રેટરી, ઝોન ઉપપ્રમુખ અને નેશનલ કો-ઓર્ડીનેટર તરીકે તથા બિરાજ કોટેચાએ ઝોન સેક્રેટરી, ઝોન ઉપપ્રમુખ, ઝોન પ્રમુખ તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત હાર્દિક મોનાણીએ ઝોન ઉપપ્રમુખ અને સંજય કારીયા, કલ્પેશ અમલાણી, સંદીપ કાનાણી, નિલેશ જોગીયા તથા તેજશ બાપોદરા સહિત સભ્યોએ ઝોન ડિરેક્ટરના જુદા જુદા હોદ્દાઓ ઉપર પોતાની સેવાઓ આપી ચુક્યા છે.

વાર્ષિક અધિવેશનમાં ઝોન સાતની વર્ષ 2024 માટે નવી ટિમ જાહેર કરવામાં આવી હતી. તેમાં જેસીઆઈ પોરબંદરના પૂર્વ પ્રમુખ રોનક દાસાણીને ઝોન સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. જેસીઆઈ પોરબંદરના યુવાનની ઝોન કક્ષાએ પસંદગી થતા પૂર્વ ઝોન પ્રમુખ બિરાજ કોટેચા, જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા, પ્રમુખ સાહિલ કોટેચા તથા તમામ પૂર્વ પ્રમુખો અને જેસીઆઈ પોરબંદર પ્લસના સૌ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!