જન્માષ્ટમીના તહેવાર સબબ યોજાનાર લોકમેળા અંતર્ગત કોમ્બીંગ કરતી કમલાબાગ પોલીસ…

  • જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબ તથા પોરબંદર શહેરના મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સાહિત્યા વી.સાહેબ નાઓની સૂચના મુજબ આગામી દિવસોમાં રક્ષાબંધન તથા જન્માષ્ટમીના તહેવારો આવનાર હોય અને જન્માષ્ટમીના તહેવારમાં પોરબંદર ચોપાટી મેદાનમાં પોરબંદર છાંયા નગરપાલીકા દ્વારા ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવનાર હોય અને જન્માષ્ટમીના લોકમેળામાં પોરબંદર જિલ્લા તથા જિલ્લા બહારથી મોટી સંખ્યામાં માણસોની જનમેદની એકઠી થનાર હોય જેથી લોકમેળામાં પીક પોકેટીંગ તથા ચોરીના બનતા બનાવોને સદંતર અટકાવવા માટે તા.૧૬/૦૮/૨૦૨૪ ના ક-૦૫/૩૦ થી ક-૧૦/૩૦ સુધી કમલાબાગ પોલીસ સ્ટેશન અધિકારી-૪ તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી-૩૦ તથા પોરબંદર શહેર ડીવિઝનના પોલીસ કર્મચારી-૩૦ એમ કુલ-૬૪ અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જેમાં પો.ઈન્સ.આર.સી.કાનમિયા ટીમ સાથે પોલીસ હેડ કવાર્ટર ખાતે તથા પો.સ.ઈ. એલ.એચ. મારૂ ટીમ સાથે જી.એમ.ડી સર્કલથી હેડ કવાર્ટર રોડ તથા મેળા ગ્રાઉન્ડમાં તથા પો.સ.ઈ. એ.બી.દેસાઈ. તોરણ હોટલ તથા લોડ્સ હોટલની આજુ-બાજુના વિસ્તારમાં તથા પો.સ.ઈ. કે.જે.બદલાણીયા ટીમ સાથે રેલ્વે સ્ટેશન અંદર તથા નગર પાલીકા સામેના ફુટપાથ ઉપર એમ કમલાબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફુટપાથ ઉપર રહી ચોરી તથા ભીખ માંગવાનું કામ કરતાં આશરે ૧૦૦ થી વધુ માણસોનું ચેકીંગ હાથ ધરવામાં આવેલ જેમાં સાત શકમંદ મોબાઇલ ફોન મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ બહારના જિલ્લાઓમાંથી ફુટપાથ ઉપર રહેવા આવેલ ગેરકાયદેસર પ્રવૃતિઓ કરનાર દેવીપુજક તથા બાવરી સમાજના માણસોની માહીતીઓ મેળવવામાં આવેલ તેમજ કમલાબાગ પોલીસ સ્ટેશનના છાંયા,ઝુંડાળા તથા ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતાં પ્રોહી.બુટલેગરો ઉપર રેઈડો કરતાં પ્રોહીબીશન ધારા ભંગના કુલ-૪ સફળ કેસો થયેલ છે.તેમજ આગામી દિવસોમાં આવનાર જન્માષ્ટમીના તહેવાર સબબ ચોરી તથા ચેઈન સ્નેચીંગ તથા પીક પોકેટ જેવા ગુન્હાઓ બનતા અટકે અને તહેવાર દરમ્યાન કોઇ અન-ઈચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રૂપે વહેલી સવારથી કોમ્બીંગનું આયોજન કરવામાં આવેલ હતું.

તેમજ આજરોજ તા.૧૭/૦૮/૨૦૨૪ ના ક-૦૫/૩૦ થી ક-૧૦/૩૦ સુધી પોરબંદર શહેર ડિવીઝન વિસ્તારમાં મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી, પોરબંદર શહેરનાઓની અધ્યક્ષતામાં અલગ અલગ ટીમો જેમાં પો.સ.ઈ. એલ.એચ.મારૂ તથા પો.સ.ઈ. કે.જે.બદલાણીયા તથા પો.સ.ઈ. જી.એસ.હુંબલ તથા પો.સ.ઈ. જી.એમ.સોલંકી તથા પોલીસ કર્મચારીઓની ટીમો સાથે કોમ્બીંગનું આયોજન કરવામાં આવેલ અને પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ સાથે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન, હાર્બર-મરીન પોલીસ સ્ટેશન તથા કીર્તીમંદીર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહી ગેરકાયદેસર દારૂનો ધંધો કરતાં પ્રોહી.બુટલેગરો ઉપર ૩૯-રેઈડો કરવામાં આવેલ જેમાં રેઇડો સફળ થતાં પ્રોહીબીશન ધારા ભંગના ફુલ-૮ કેસો કરવામા આવેલ છે.

આમ, ઉપરોકત વિગતે મદદનીશ પોલીસ અધિક્ષક પોરબંદર શહેર વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી વહેલી સવારના દીન-૨ સુધી અસામાજિક તત્વો તથા પોરબંદર શહેર ડીવિઝનમાં ગેરકાયદેસર રીતે દારૂનો ધંધો કરતાં ઈસમો ઉપર પ્રોહી.ની રેઈડો કરી સફળ કેસો કરવામાં આવેલ છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!