પોરબંદર સ્થિત રોયલ આફેર્ડસોસાયટી ખાતે દરેક ઉત્સવની હર્ષો ઉલ્હાસ સાથે ઉજવણી

વિવિધતામાં એકતા તેમજ પારિવારિક વાતાવરણ ધરાવતી પોરબંદર સ્થિત રોયલ આફેર્ડસોસાયટી ખાતે દરેક ઉત્સવની હર્ષો ઉલ્હાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે શરદિય નવરાત્રી ઉત્સવનું આયોજન સોસાયટી ખાતે કરવામાં આવેલ હતું.

તા.૧૫-૧૦-૨૦૨૩ થી ૨૪-૧૦-૨૦૨૩ સુધી રોયલ આકેર્ડ સોસાયટી ખાતે માં જગબંદા અને આઈ શકિતના પર્વ નવરાત્રી ઉત્સવની ઉજવણી કરવામાં આવેલ હતી. તેમજ તા.ર૪-૧૦-૨૦૨૩ના રોજ દશેરાના દિવસને સોસાયટીના પ્રમુખ મસરીજીભાઈ ઓડેદરા તેમજ તેમના પરિવારના યજમાન સ્થાને દશેરાના હવનનું આયોજન કરવામાં આવેલ હતું તેમજ સાંજના સમયે સન્માન સમારોહ તથા સમુહ ભોજનનું આયોજન પણ કરવામાં આવેલ હતું.

આ સન્માન સમારોહની શરૂઆતમાં માં જગબંદાની આરતી કરીને કરવામાં આવેલ હતી તથા આ સમારોહ માં અતિથિ વિશેષ તરીકે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા,સામતભમાઈ સુંડાવદરા,સામતભાઈ ઓડેદરા તથા શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના ઉપપ્રમુખ નવઘણભાઈ મોઢવાડિયા કારાભાઈ કેશવાલા, અરજનભાઈ ખિસ્તરીયા તેમજ ભીમભાઈ ઓડેદરા,વકિલશ્રી કનુભાઈ ઓડેદરા, પોરબંદર જિલ્લા યુવા ભાજપ પ્રમુખ નિર્મલજીભાઈ ઓડેદરા સહિતના આમંત્રિત મહેમાનોનું પુષ્પ ગુચ્છ વડે સ્વાગત કરવામાં આવેલ હતું.

આ નવરાત્રી ઉત્સવની ઉજવણીની પૂર્વે રોયલ આફેર્ડ સોસાયટીના દિકરીઓ તેમજ બહેનોને દાંડીયા રાસ તથા ગરબાના સ્ટેપના નિશુલ્ક કલાસીસ શ્રીમતિ ડિમ્પલબેન ધનેશભાઈ લોઢારી દ્વારા કરાવવામાં આવેલા હતા આ તકે રોયલ આર્કેડ સોસાયટીના મયુરીબેન સંદિપભાઈ તથા લાખીબેન ઓડેદરા દ્વારા પુષ્પગુચ્છ તથા શાલ વડે સન્માન કરવામાં આવેલ તેમજ સમસ્ત પોરબંદર જિલ્લાના બ્રહમ સમાજમાં મહામંત્રી તરીકે નિમણુંક પામતા અને સોસાયટીના રહેવાસી શ્રી દેવુભાઈ પંડયાનું હાજાભાઈ આંત્રોલીયા તથા શ્રી કરશનભાઈ ભારવાડીયા દ્વારા પુષ્પગુચ્છ અને શાલ વડે સન્માન કરવામાં આવેલ હતું.

દશેરાના પાવન અવસરે રોયલ આકેર્ડ સોસાયટીના રહેવાસી અને ક્રિકેટ જગતમાં ઉચ્ચુ નામ ધરાવતા સુરેશભાઈ કેશવાલાના જન્મ દિવસ નિમિતે આમંત્રિત મહેમાનો તથા સોસાયટીના રહેવાસીઓની હાજરીમાં ઉજવણી કરવામાં આવેલ હતી. આ તકે સૈાના આશિર્વાદ અને શુભકામનાઓ સ્વિકારી સુરેશભાઈએ યુવાનોને ખેલકૂદ અને ક્રિકેટક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કરેલા તેમજ યુવાનોને ક્રિકેટની તાલીમ આપવા પોતાની તૈયારી દર્શાવેલ હતી. આ કાર્યકમના મુખ્ય અતિથી તેમજ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખ તથા નેશનલ કાઉન્સીલ ઓફ ગુજરાતી સમાજ યુકે.ના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાના જન્મદિવસની પૂર્વસંધ્યાએ રોયલ આકેર્ડ સોસાયટીના પ્રમુખ મસરીજીભાઈ ઓડેદરા તેમજ સોસાયટીના સભ્યો તથા આમંત્રિત મહેમાનોની હાજરીમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. આ તકે વિમલજીભાઈ ઓડેદરાએ સૈાની શુભકામના ઓનો સ્વિકાર કરી સાનો આભાર વ્યકત કર્યો હતો. કાર્યક્રમના અંતે સાએ સાથે સમુહ ભોજન લીધુ હતું. ટીવી સીરીયલોમાં દર્શાવવામાં આવતી સોસાયટીઓને પોરબંદરના ભાગોળ આવેલ રોયલ આકેર્ડ સોસાયટીએ ખરા અર્થમાં સાર્થક કરી બતાવેલ છે જયા વિવિધતામાં એકતા સાથે દરેક પર્વ-ઉત્સવો તેમજ સુખદુઃખના પ્રસંગોની એક સાથે પારિવારિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવે છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!