રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પોરબંદરની મહિલા પાંખ મારફત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી


આજ રોજ તા. 08.03.2021 ને સોમવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય પોરબંદરમાં ત્રણેય તાલુકામાં ઉજવણી કરવામાં આવેલ હતી. પોરબંદર તાલુકા શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ સોનલબેન અમૃતિયા કે જેઓ જ્યાં આચાર્ય છે તે ખાપટ સીમ શાળા નં. 2 માં માતૃવંદના કાર્યક્રમ રાખી સપનાબેન લાખાભાઈ, કિરણબેન નિમાવત, નિર્મળાબેન કારીયાનું પૂજન કરી રાસન કીટ અને રોકડ ભેટ આપેલ હતી. આ તકે મહિલા ઉપાધ્યક્ષ નિશા અટારા, તાલુકા મંત્રી તરલાબેન સોલંકી અને અન્ય બહેનોએ હાજરી આપી હતી.
તેમજ પોરબંદર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના મહિલા મંત્રી તરલાબેન સોલંકી તેમજ મજીવાણા પ્રાથમિક શાળાના આચાર્ય અને તમામ સ્ટાફ મારફત શાળાની તમામ કન્યાઓને સ્ટીલની ડિશ ભેટ આપેલ છે.
જ્યારે રાણાવાવ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના મહિલા ઉપાધ્યક્ષ અને વાલોત્રા પ્રાથમિક શાળાના આચાર્ય ડાભી રીટાબેન અને સ્ટાફ મારફત ગામના મહિલા સરપંચ શોભનાબેન,અને અન્ય બહેનો જ્યોત્સનાબેન, રાજીબેન, જાનિબેન,વાલીબેન, શાંતિબેન વગેરેનું સન્માન કરેલ હતું.
જ્યારે રાણાવાવ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના મહિલા મંત્રી અને ભારાવરી સીમ શાળાના આચાર્ય મારફત શાળા મહિલા અધ્યક્ષ શ્રી પૂરીબેન કોડીયાતર કે જેણે પોતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં દીકરીને બહાર ગામ હોસ્ટેલ માં ભણવા મોકલી છે .તે પણ ગવર્મેન્ટ શાળા માં જ. તેની પહેલી દિકરી એવી છે કે વાડીઓમાથી બહાર ભણવા જવાની પહેલ કરી છે.અને પોતે સંકલ્પ કર્યો કે તેની બધી દિકરી ઓને ભણાવશે.આ બાબતે શાળા ના બેનશ્રી આરતીબેન પટેલ તથા જિગ્નાશા બેન કનેરિયા દ્વારા ગુલદસ્તો અને પુસ્તક ભેટ માં આપવામાં આવ્યું.તથા બન્ને બેનો દ્વારા શાળા ના તમામ બાળકો ને યુનિફોર્મ આપવાની જાહેરાત કરી.તે બદલ શાળા ના આચાર્ય શ્રી દ્વારા બન્ને શિક્ષિકા બહેનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામા આવેલ હતું.

Please follow and like us:
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!