ભારત વિકાસ પરિસદ પોરબંદર શાખા નો ઉદ્દઘાટન સમારોહ યોજાયો
જરૂરિયાત મંદ દિવ્યાંગજનો માટે જયપુર ફૂટકેમ્પ તથા વિહલચેર અને ટ્રાયસિકલ વિતરણ કરાયુ

અર્પણ ફાઉન્ડેશન રાજકોટ તથા ઇન્ડિયન ફોર કલેકટિવ એક્શન (કેલિફોર્નિયા અમેરિકા) તથા નગીન ભાઈ જગડા ના સહયોગ થી યોજાયો કેમ્પ
પોરબંદર માં તારીખ 7-03-2021 ના રોજ અંધજન ગુરૂકુળ ખાતે ભારત વિકાસ પરિસદ ની શાખા નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જરૂરિયાતમંદ દિવયાંગજનો માટે જયપુર ફૂટકેમ્પ તથા વિહલચેર અને ટ્રાયસિકલ વિતરણ કરાયુ હતું.
રાષ્ટ્રસમર્પિત ,બુધ્ધિ નિષ્ઠ, જાગૃત અને સંપન્ન ચારિત્ર્યવાન વ્યક્તિ ઓની સદસ્યતા વાળી સામાજિક સંસ્કૃતિક અને પારિવારીક સંસ્થા એટલે ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર – કચ્છ પ્રાંત ની 23 મી અને ગુજરાત ની 73 મી શાખા પોરબંદર નું ઉદઘાટન પ.પૂ.ગોસ્વામી 108 શ્રી જયવલ્લભલાલજી મહોદયના હસ્તે સવારે 10.30 કલાક થી યોજાયું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશ દાસજી અને અતિથિ વિશેષ તરીકે ડો.સુરેશભાઈ. એ. ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ભારત વિકાસ પરિસદ ના સૌરાષ્ટ્ર કચ્છ ના અધ્યક્ષ પ્રફુલ ભાઈ ગોસ્વામિ ( મેનેજીંગ ટ્રસ્ટી અર્પણ ફાઉન્ડેશન) તથા મહામંત્રી વિનોદ ભાઈ લાઠીયા,સંગઠન મંત્રી કિરીટભાઈ નંદણિયા,વિભાગીય મંત્રી સોમનાથ સુનિલ ધોળકિયા ઉપસ્થિત રહયા હતા .
ભારત વિકાસ પરિષદ ની પોરબંદર ની શાખાના નવા પદાધિકારીઓઓની નિમણૂક કરાઈ
સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની નવી 23 મી શાખા પોરબંદર ના પ્રમુખ તરીકે કમલેશ ભાઈ ખોખરી,ઉપ પ્રમુખ તરીકે વીનેશ ભાઈ ગોસ્વામિ,સંગઠન મંત્રી તરીકે નિલેશ રુઘાણી, મંત્રી તરીકે નિધિબેન શાહ,સહ મંત્રી તરીકે નવનીતભાઈ સોની, ખજાનચી તરીકે નયનભાઈ
ગોટેચા ,મહિલા સંયોજિકા તરીકે નિવેદીતા બેન જોશી ની પસંદગી કરાઈ હતી .તથામહિલા સંયોજિકા તરીકે વિધાતાબેન બદીયાણી,તથા રિદ્ધિ બેન ગોટેચા ,અને કારોબારી માં નિમેષ ગોંડલીયા, પંકજભાઈ ચંદારાણા, કપિલ ભાઈ ગોસ્વામી, હરદત પુરી ગોસ્વામી ,નાથાભાઈ દાસા જીગ્નેશભાઈ ભલાણી, કિરીટભાઈ જોશી, કેતનભાઇ કોટીયા ,ઋષિકા બેન હાથી દિપ્તીબેન ગોહેલ ની નિમણુક કરાઈ છે.તમામ નવનિયુક્ત સભ્યો અને પદાધિકારીઓની શપથ વિધિ પ્રદેશના અધ્યક્ષ પ્રફુલભાઈ ગોસ્વામિ ના વરદ હસ્તે કરવામાં આવી હતી.

કેમ્પમાં ભારત વીકાસ પરિષદ કેન્દ્ર અમદાવાદ પાલડી ખાતે થી નિષ્ણાતોની ટિમ ઉપસ્થિત રહી દિવ્યાગ વ્યક્તિઓનું કૃત્રિમ અંગો નય મેઝરમેન્ટ કર્યું હતું સંસ્થા દ્વારસ ટ્રાયસીકલ 13 વહીલચેર 16
જનરલ ( કાખ ઘોડી સ્ટીક કેલીપર્સ ,કૃત્રિમ હાથ પગ ) 75 મહાનુભાવો ના હસ્તે વિતરણ કરાયું હતું
આ પ્રસંગે પ.પૂ.ગોસ્વામી 108 શ્રી જયવલ્લભલાલજી મહોદયે જણાવ્યું હતું કે નિમંત્રણ પત્રિકા સાથે પરિષદ ના પાંચ સ્તંભ વિશે અને કાર્ય વિશે માહિતી આપવામાં આવી હતી વિવિધ પ્રકલ્પો દ્વારા શરૂ થતી આ સંસ્થા અમે સૌ ને પોરબંદર માં આવકારીએ છીએ .ભારત આ શબ્દ ને સમજવો જરૂરી છે જેમ પ્રકાશ શીલ છે તેમ ભારત પણ પ્રકાશ શીલ છે .જે વિશ્વ ગુરુ છે આશ્ચર્ય ની વાત છે કે આજે ભારત ને વિકાસ ની જરૂર પડી છે.જન સામાન્ય ને કઈ રિતે જીવન જીવવું તે જાણવા ની ઉન્નત પરંપરા નો પ્રારંભ કર્યો તેને વિકાસ ની જરુર પડી છે . તેનું કારણ આપણે તેની સનાતન પરંપરા થી વિમુક્ત થઈ ગયા છીએ .દૂર થઇ ગયા છીએ .ઋગ્વેદ માં રાષ્ટ્રવાદ અતિશય બતાવવામાં આવ્યો છે .ભારત ના યુવાન માટે શબ્દ છે તેજસ્વી અગ્નિસમાન ઉર્જા વાન શિક્ષિત યુવાન એ એવા અસંખ્ય યુવાનો થી આ રાષ્ટ્ર સુસજ્જ છે એવું આ ભારત છે અમે એના નિવાસી છીએ તેનો અમને ગર્વ છે.
શાસ્ત્રી શ્રી ભાનુપ્રકાશ દાસજીએ પરિષદ ના સદસ્યો ને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે સંઘની એક શાખા છે.ટાઢ તડકો ભુખ તરસ ભૂલી કાર્ય. કરી રહી છે અહી પદ કરતા દાયિત્વય ની જવાબદારી વધુ છે.રાષ્ટ્ર નિર્માણ માટે સક્રિય થવા લોકો ને આહવાન કર્યું હતું ભૂતકાળ માં ભારત પર થયેલ આક્રમણોનો ઉલ્લેખ કરતા જણાવ્યય હતું કે દેશ માટે પ્રબુદ્ધ નાગરિકો ના સમર્પણ ની ભાવના થકી અન્ય લોકો ને યોગ્ય કેળવણી આપે છે.સમાજની વિચારધારા રાષ્ટ્ર પ્રત્યે ની ફરજ પર જાગૃત થઈ રહી છે.રેખાઓની વ્યાખ્યા જણાવતા રેખાઓ રહ્યો અડોઅડ બિંદુ ઓનો ફાળો, મંજિલ બીજી કશું નથી બસ પગલાઓનો સરવાળો છે સાંસ્થા થી સમાજ નું ઘડતર થાય છે.
તથા વિશેશ અતિથિ ડો.સુરેશ ભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે કોરોના કાળ બાદ સૌ પ્રથમવાર કોઈ કાર્યક્રમમાં આવ્યો છું.આજે 81 વર્ષ થયાં છે ભગવાને મને મનગમતી સંસ્થા આપી છે ઉપર જઈશ તો ભગવાન પૂછશે તે દેશ માટે શું કર્યુ ત્યારે હું કહીશ કે હું ભારત વિકાસ પરિષદ નો સભ્ય છું તેમ કહી સૌને અભિનંદન પાઠવ્યા હતા.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પ્રદેશના મહામંત્રી કિરીટભાઈ નંદાણીયા એ કર્યું હતું.

