પોરબંદરમાં ચકચારી બનેલા અપહરણ તથા મારા મારીના કેસમાં સાજણ પુંજા ઓડેદરા ને જામીન આપતી ડીસ્ટ્રીકટ કોર્ટ

પોરબંદરમાં થોડા દિવસ પહેલા અતિ ચકચારી બનેલા અપહરણ અને મારા મારીનો કેસ કે જેમાં પોલીસ ડીપાર્ટમેન્ટ દ્રારા એક જ બનાવની ૩–૩ એફ. આઈ. આર. ફાડેલી હોય અને પોલીસ રક્ષણ નીચે રહેલા સાજણ પુંજા ઓડેદરા દ્વા૨ા મોટો ગુન્હો કરેલો હોય તે રીતે ચકચારી બનેલુ હતું. અને રેકર્ડ ઉ૫૨ની હકિકત મુજબ પ્રથમ ફરીયાદ સાજણ પુંજા ઓડેદરા સાથે પોલીસ ૨ક્ષણમાં રહેલા પોલીસ કર્મચા૨ી વિપુલ ઉકાભાઈ દ્વારા ફીપીણુ પીધેલ હોવાનું જણાવી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવેલો હતો. ત્યારબાદ તે જ પોલીસ કર્મચારી દ્વારા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરીયાદ લખાવેલી હતી. કે, સાજણ પુંજા ઉપરાંત હર્ષલ તથા હેમાંગ તથા કરણ ઓડેદરા એ અંદરો અંદર બખેડો કરી સામ સામી બોલાચાલી કરી, સામ સામી મારા મારી કરી ઝગડો કરેલો હોય તેવી ફરીયાદ નોંધાવેલી હતી. અને તે જ બનાવ અન્વયે અને તે જ બાબત અન્વયે ત્રીજી ફરીયાદ તા.૧૬/૧૦/૨૦૨૩ નાંરોજ ઈજા પામનાર કરણ મુરૂભાઈ ઓડેદરા દ્વારા સાજણ પુંજા ઓડેદરા તથા અન્યો સામે તેને માર મા૨વાની ફરીયાદ નોંધાવેલી હતી. અને તે રીતે એક જ બનાવમાં ૩–૩ ફરીયાદ થતા આ બનાવ ચકચારી બનેલો હતો. અને તે સંદર્ભે ત્રીજી એફ. આઈ. આર. માં કે જે કરણ ઓડેદરા એ લખાવેલ છે. તેમાં તેના અપહરણ અને મારા મારી ની ફરીયાદ હોવાના કારણે ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી કરેલી હતી. અને તેમાં એડવોકેટ ભરતભાઈ લાખાણી તથા એમ. જી. શીંગરખીયા દ્રારા વિગતવાર દલીલ કરી રજુઆત કરેલી હતી. કે, કાયદાની જોગવાઈ મુજબ એક જ બનાવ સંબંધે ૩ અલગ અલગ એફ. આઈ. આર. ફાડી શકાય નહીં. તેમાં પણ પોલીસ કોન્સ્ટેબલ દ્રારા કે જે કાયદાના જાણકાર હોય તેઓએ એક જ બનાવની બે ફરીયાદ લખાવેલી હોય અને તે જ બનાવમાં પછી ઈજા પામનાર ને સાહેદ બનાવવાના બદલે તે જ પોલીસ સ્ટેશન દ્રારા ત્રીજી એક. આઈ. આર. ફાડતા પોલીસ ડીપાર્ટમેન્ટ કોઈપણ રીતે સાજણ ઓડેદરા ને હેરાન કરવા માંગતી હોય તેથી જ એક ને એક બનાવની ૩ ફરીયાદો ફાડેલ છે. એટલુ જ નહીં ફરીયાદી ક૨ણ ઓડેદરા એ ડોક્ટર સમક્ષ ની હીસ્ટ્રીમાં પોતે મોટર સાયકલ ઉપરથી સ્લીપ થઈ જતા ઈજા થઈ હોવાનું જણાવેલુ હોય અને તે રીતે પણ ખોટી ફરીયાદ હોવાનું રેકર્ડ ઉપરથી ફલીત થતુ હોય એટલુ જ નહીં સાજણ પુંજા પોલીસ રક્ષણમાં હોય તેથી કોઈનુ અપહરણ કરવાનો પ્રશ્ન રહેતો નથી. અને તે રીતે જયારે ખોટી એફ. આઈ. આર. ફાડવામાં આવેલી હોય ત્યારે આરોપીને જેલમાં રાખી શકાય નહીં. અને આરોપીને પાસામાં પુરવાના હેતુથી જ ખોટી ૩-૩ એફ. આઈ. આર. ફાડેલી હોય જે પોલીસની ભુમીકા શંકાસ્પદ હોય અને મુળ ફરીયાદીએ કરેલુ સોગંદનામું પણ પોલીસની સુચનાથી કરેલ હોવાનું ફલીત થતુ હોય અને તેમાં ફરીયાદ સિવાયની વિગત દર્શાવેલી હોય જે માની શકાય તેમ ન હોય તેવી વિગતવાર દલીલ કરતા નામદાર ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા આરોપીને શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ છે.
આ કામમાં આરોપી વતી ભરતભાઈ લાખાણી, એમ. જી. શીંગરખીયા, એન. જી. જોશી, પંકજ પ૨મા૨ તથા નવધણ જાડેજા રોકાયેલા હતાં.
