પોરબંદર ટ્રાફિક વિભાગ દ્વારા અકસ્માત નિવારણ અંગેના કાર્યક્રમો યોજાયા

પોરબંદર જિલ્લામાં વાહન અકસ્માત નિવારણ અંગે જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક વિભાગ દ્વારા જિલ્લામાં અકસ્માત નિવારણ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. જેમાં ત્રણ માઈલ ખાતે રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને અકસ્માતની ગંભીરતા વિશે તેમજ પોતાનું વાહન યોગ્ય દિશામાં ચલાવવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, અને દરેક વાહન ચાલકોને શુભ યાત્રાની શુભેચ્છા પાઠવી રોંગ સાઈડ માંથી પરત મોકલવામાં આવ્યા હતા. આ કામગીરી પોરબંદર ટ્રાફિક વિભાગના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
Please follow and like us:
CATEGORIES Porbandar
