વિશ્વ કપ ફાઇનલ મેચમાં વિજેતા બનશે તો ભારતીય ક્રિકેટ ટીમના દરેક સભ્યોને શિવમજેમિન ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં એક એક પ્લોટ પુરસ્કાર : કેયુર ઢોલરીયા

………..
*દેશ ના લોકલાડીલા યશશ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહી ભારતીય ટીમ નો જુસ્સો બુલંદ કરશે*
……………
*દેશવાસીઓનો ઉત્સાહ ચરમસીમાએ*
……….
*વિશ્વકપ ના માધ્યમ થી દેશવાસીઓ માં એકતા, રાષ્ટ્ર પ્રેમ અને સંગઠન ભાવના ની જ્યોત પ્રબળ બની છે
…………….

હાલ ચાલી રહેલ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે લીગ મેચ અને સેમી ફાઇનલ માં
સતત સારું પ્રદર્શન કરીને ટોચની ટીમો ને હાંફાવી છે ત્યારે તા.૧૯ રવિવાર ના રોજ અમદાવાદ ખાતે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા ની ક્રિકેટ ટીમ સામે ફાઇનલ માં ટકરાવની છે. ત્યારે લાખો ક્રિકેટપ્રેમીઓ ભારતીય ટીમ નો જુસ્સો વધારવા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહેવાના છે અને દેશ ના લોકલાડીલા યશશ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહી ભારતીય ટીમ નો જુસ્સ બુલંદ કરવાના છે ત્યારે ક્રિકેટરર્સીકો આ યાદગાર ક્ષણ ને વધાવવા આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.
ત્યારે રમત ગમત થકી વિશ્વ અને સમાજની ઓળખ થતી આવી છે. રમત થકી ભિન્ન ભિન્ન લોકો એક બીજા સાથે ખેલદિલી ની ભાવના થી જોડાતા આવ્યા છે. ત્યારે વિશ્વ કપ માં ભારતીય ક્રિકેટ ટીમના દ્વારા શાનદાર દેખાવ થી દેશવાસીઓ ભારતીય ક્રિકેટ ટીમ ને વિશ્વ વિજેતા તરીકે નિહાળવા બેતાબ છે વિશ્વકપ ના માધ્યમ થી દેશવાસીઓ માં એકતા રાષ્ટ્ર પ્રેમ અને સંગઠન ભાવના ની જ્યોત પ્રબળ બની છે ત્યારે
ફાઇનલ માં ભારતીય ટીમ વિજેતા બનશેજ તેવા આત્મવિશ્વાસ સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમના ૧૫ અને કોચ સહિત ૧૬ સભ્યો ને રાજકોટ તાલુકા સરપંચ એસોસિએશન ના પુવઁ પ્રમુખ અને પુવઁ સરપંચ ગઢકા ગ્રામ પંચાયત) રીયલ એસ્ટેટ ના વ્યવસાય સાથે સંકળાયેલા યુવા બિઝનેસ મેન અને જીલ્લા ભાજપ અગ્રણી કેયુરભાઈ ઢોલરીયા દ્વારા રાજકોટ ઈન્ડસ્ટ્રીયલ ઝોન ના હબ ગણાતા લોઠડા ઈન્ડસ્ટ્રીયલ ઝોન વિસ્તારમાં ભાયાસર-કાથરોટા પાસે આધુનિક સુવિધા સાથે ના શિવમ જેમિન ઇન્ડસ્ટ્રીયલ ઝોન માં ૨૫૧ વાર ના પ્લોટ પુરસ્કાર રૂપે એનાયત કરાશે.
વધુ મા લાભ પંચમી ના આ પવિત્ર અને પાવન દિવસે કેયુર ભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું કે હું નાનપણથી જ ક્રિકેટ મેચ રમવા અને મેચ જોવાનો ખૂબ જ શોખ ધરાવું છું.અને ક્રિકેટની રમત મને અતિશય પ્રિય છે.આ કારણથી આદરણીય વડાપ્રધાન વિશ્વ ક્રિકેટ કપ નો ફાઇનલ મેચ જોવા પધારવાના હોય ત્યારે ફાઇનલ મા ભારતીય ટીમની જીત માટે મારા સહીત દરેક ભારતીય નો આત્મવિશ્વાસ બુલંદી પર છે ત્યારે ફાઇનલ મા વિશ્વ વિજેતા બનનાર ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો અને કોચ સહિત ૧૬ સભ્યો ને રાજકોટ ના હાદઁ સમા લોઠડા ઈન્ડસ્ટ્રીયલ ઝોન વિસ્તારમાં કાથરોટા નજીક શિવમ જેમિન ઇન્ડસ્ટ્રીયલ ઝોન માં અંક એક પ્લેોટ આપી ધન્યતા ની લાગણી અનુભવવા આતુર છું તેમ અંત કેયુર ભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!