આપણા અસલી રુપનો પરિચય તો ત્યારે જ થાય, જ્યારે આપણે સજગ બનીએ :સ્વામી બ્રહ્મવેદાંતજી

અમૃતકણ-૨૭૨

“…આપણને કુદરત તરફથી એક રુપ મળ્યુ છે. સમાજને બતાવવાનુ બીજુ વહેવારીક રુપ છે અને ત્રીજુ રુપ છે તે આપણી કલ્પનાનુ ભ્રાંતિજન્ય રુપ. એક રુપમાથી બીજામા અને બીજામાથી ત્રીજામા કઈ રીતે સરકી જવાય છે તેની આપણને ખબર નથી પડતી. આ બધામા આપણુ વાસ્તવિક રુપ દુર પડી રહે છે.
આપણે સામાજિક જીવ છીએ. વહેવાર સાથે સાધના તરફ જઈએ છીએ ત્યારે આપણુ જે વાસ્તવિક રુપ છે તેનો આગ્રહ રાખીશુ; પણ તે સહેલાઇથી પકડાશે નહી. વહેવારીક રુપ સાથે આપણુ ભ્રાંતિજન્ય રુપ હોય છે. આપણે આપણી જાતને કાંઇક માની લીધેલ છે, કારણ કે આપણા અસલી પ્રાકૃતિક રુપને આપણે જાણતા નથી. આપણા અસલી રુપનો પરિચય તો ત્યારે જ થાય, જ્યારે આપણે સજગ બનીએ. યાંત્રિકતામા સભાનતા આવતી નથી. સભાનતા તો નિરીક્ષણ કરતા કરતા, જોતા જોતા આવે છે. આપણને તેનો બોધ થાય. આ જે બોધ થાય છે તે આપણુ વાસ્તવિક હોવાપણુ. તે એકાએક વધતુ નથી. આ વ્યક્તિત્વમાથી સત્વ અને સત્વમાથી બીઇંગની યાત્રા છે. અત્યાર સુધીની યાત્રા ઉલટી દિશાની યાત્રા હતી. આપણે જનમ્યા ત્યારે અભાન હતા. મોટા થયા, ભણવા ગયા ત્યારે પણ અભાન હતા. આ અભાનતામાં જ લગ્ન કર્યા, બાળબચ્ચા થયા, પરિવાર થયો.
તો સભાનતા એટલે શું? આપણે જોઇશુ તો થોડો થોડો ખ્યાલ આવશે કે માંડ મીનીટ બે મીનીટ સભાન થઈ શકીએ છીએ. તે સિવાય તો અંદર વિચારો, વિકારો અને કલ્પનાના પ્રવાહો ચાલતા જ હોય છે. બધુ યાંત્રિક રીતે ચાલ્યા જ કરે છે. સભાનતાથી થોડીક ખબર પડે પછી નિરીક્ષણ ચાલુ થાય છે. પછી અંદર દ્રષ્ટા કે સાક્ષી પ્રગટ થાય છે.
માણસને નકલી વ્યક્તિત્વમા કોણ જકડી રાખે છે? એક તો તેનામા માનસિક જડતા હોય છે. તે વહેવારના શિક્ષણના માધ્યમ દ્વારા પોતાની અંદર મિથ્યા આત્મસંતોષ લઈ લે છે. પોતાના ‘સ્વ’ પ્રત્યે એની દ્રષ્ટી હોતી નથી. આ બધી બાબતો એને સત્વથી દુર રાખે છે. વ્યક્તિ એવા ખ્યાલમા રાચે છે કે આપણે કાંઇ કરવાનુ નથી, જે કરવાવાળો છે તે બધુ કરશે! ‘ઓશો અને બધા જાગ્રત પુરુષો કહે છે કે પરમાત્મા સર્વત્ર છે, હું બુદ્ધ સ્વરુપ છું’ …આ બધા સુત્રો મનમા ગોઠવાઇ જાય છે અને તે માનસિક જડતા છે. તમોગુણનો પ્રભાવ છે. તેને સ્વનિષ્ઠા પણ રહેતી નથી. પોતાની પ્રત્યે તે બેદરકાર થઈ જાય છે. એમ માને છે કે ભગવાને જે કરવુ હશે તે કરશે, મારે કાંઇ કરવાનુ નથી. જો થોડીક પીડા થાય તો પછી યોગ અને વેદાન્તનો અભ્યાસ કરી લે, થોડા પ્રવચનો સાંભળી લે, બે પાંચ શિબિરો કરી લે; અને પોતાને બધુ સમજાઇ ગયુ છે એવો મિથ્યા આત્મસંતોષ લઈને વ્યક્તિત્વને જાળવી રાખે છે.
કૃષ્ણમુર્તિ કહે છે કે, ‘સામે જગત છે અને આપણી ભીતર ચેતના છે – આત્મા છે, તો સીધેસીધુ જોડાણ કેમ નથી કરતા?’ તેની પાછળના કારણોમા ઉપર જણાવ્યુ એ પ્રમાણે વ્યક્તિત્વના પરિબળો વચ્ચે આવે છે. જો તેને નિર્દયતાપુર્વક હટાવી દેવામા આવે તો સીધો સંપર્ક શક્ય બને. આને માટે આપણે ગુરુનો આશ્રય લઈએ છીએ; અને બને ત્યા સુધી સીધી મહેનત ટાળીએ છીએ, પણ અંતરાત્માનો અવાજ સાંભળતા નથી.
કૃષ્ણમુર્તિ કે ઓશો બોલે છે એ તેમનુ સત્ય છે. આપણે માટે તે વ્યક્તિત્વનો ભાગ બની જાય છે. વ્યક્તિત્વનો ઇન્કાર નથી, પણ આપણુ લક્ષ સત્વનુ છે તેનો બોધ અતિ આવશ્યક છે…”
સ્વામી બ્રહ્મવેદાંતજી

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!