પોરબંદર મા પ્રખ્યાત સિંગર કેરવી બુચ ના કાર્યક્રમ માં મોટી દુર્ઘટના ટળી! …

અહેવાલ નિમેષ ગોંડલીયા

પોરબંદરમાં આવેલ વર્ષો જૂની મહારાણી બાલુબા સ્કૂલ ના એલ્યુમની ફંકશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષો થી અહીં ભણી ગયેલ ભુતપૂર્વ વિદ્યાર્થીનીઓ એકમેક ને મળે તે હેતુ થી અનેક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રખ્યાત સિંગર કેરવી બુચ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ ની શરૂઆત માં જ એક મોટી દુર્ઘટના બનતા બનતા ટળી હતી.કાર્યક્રમ ના આયોજકો અને સિંગર કેરવી બુચ એ પણ હાશકારો અનુભવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત માં કેરવી બુચ ની એન્ટ્રી સમયે બની આગ લાગવાની ઘટના

પોરબંદર માં લોહાણા મહાજન વંડી ખાતે બાલુબા એલ્યુમની ફંક્સન માં પ્રખ્યાત સિંગર કેરવી બુચ ની એન્ટ્રી થઈ ત્યારે સ્ટેજ પર નાના નાના ઇલેક્ટ્રોનિક ફુવારા ગોઠવેલ હતા જેમાં આગ ના તણખલા જરતા હતા ઇવેન્ટ માં એન્ટ્રી સમયે આ પ્રકાર ના અગ્નિ ના તણખા થાય તેવા ફુવારા રાખવામાં આવે છે જેના કારણે એક સ્ટીરિયો માં સામાન્ય આગ લાગી હતી પરંતુ કેરવી બુચ નું ધ્યાન તરત જ પડતા તેને પાસે રહેલ વ્યક્તિ ને આ બાબતે જાણ કરી હતી અને આ નાની અમથી આગ ઓલવવા પાણી ની બોટલ થી પાણી નો છંટકાવ કર્યો હતો અને સિક્યુરિટી ગાર્ડ તરત જ દોડી ગયા હતા .અને તાત્કાલિક સ્ટીરિયો બોક્સ નીચે ઉતારી આગ ઓલાવી હતી. કેરવી બુચની સમયસર સતર્કતા થી આ દુર્ઘટના ટળી હતી .નહિ તો સ્ટેજ વિકરાળ આગ ની લપેટો મા આવી જાત આમ આયોજકો અને કેરવી બુચે રાહત નો શ્વાસ લિધો હતો અને પોતાની આગવી શૈલી માં ગુજરાતી અને હિન્દી ફિલ્મો ના ગીતો સાથે ફેમસ ગીત હાલ કાના મને ગોમતીમા નવડાય ગાઈ ને વાતાવરણ માં આધ્યાત્મિકતા ફેલાવી હતી.

કેરવી બુચનો કૃષ્ણ પ્રેમ

કેરવી બુચે તેના કાર્યક્રમ માં જણાવ્યું હતું કે 33 કરોડ દેવતા માંથી કૃષ્ણ એક એવા ભગવાન છે જે જીવન ની કોઈપણ અવસ્થામાં માં સંકટ સમયે તમને જવાબ આપે છે અને કોઈપણ રૂપે પૂજાવવા તૈયાર છે .બાળકો માટે,યુવાનો ને પર્સનલ વાત શેર કરવી હોય તો તેના માટે કૃષ્ણ સ્વરૂપે અને જિંદગીના જટિલ પ્રશ્નો શેર કરવા હોય તો એ માટે શ્રીનાથજી કે જગન્નાથ બની હમેશા તેને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે અને હું જ્યારે પણ મુશ્કેલી માં હોય ત્યારે શ્રી કૃષ્ણ મારી સાથે હોય છે અને જાણે બધા પ્રશ્નનો નું નિરાંકરણ પણ મારા એક કોલ એટલે તેને યાદ માત્ર કરવાથી દૂર થઈ જાય છે.આ ઘટના પણ એવી જ બની કે જાણે મોટી દુર્ઘટનામાંથી શ્રી કૃષ્ણ એ બચાવી લીધા અને. સ્ટેજ પર તણખલા જરે તેવા કોઈ ઇલેક્ટ્રોનિક ડીવાઇઝ ન રાખવા નો એક સંદેશો પણ લોકો ને આપ્યો હોય તેવું લાગી રહ્યું છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!