પોરબંદર કરલીના પુલ પાસે હિટ એન્ડ રન ની ઘટના કાર ચાલકે પાંચ ને અડફેટે લીધા એકનું મોત



પોરબંદર માં આજે સાંજે 9.15 થી 9.30 કલાકે કર્લી પુલ પાસે રોંગ સાઈડ માં આવતી એક કારે પાંચ લોકોને હડફેટે લીધા હતા જેમાં અમદાવાદ ના પતિ પત્ની ને ઇજા પહોંચી હતી જયારે પોરબંદર માં રવીપાર્ક માં રહેતા પરિવાર ના માતા અને પુત્ર પુલ નીચે પાણી માં ખાબકતા ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું
પોરબંદરમાં થયેલ અકસ્માતમાં અમદાવાદમાં કેટરર્સ નો વ્યવસાય કરતા વિનોદભાઈ દીનાનાથ શાહી( ઉમર વર્ષ 50 અમદાવાદ )તથાઉમાબેન વિનોદભાઈ શાહી( ઉમર વર્ષ 54 અમદાવાદ ) પોરબંદર તેમના ભાઈને ત્યાં તહેવાર કરવા આવ્યા હતા અને પોરબંદર રહેતા તેમના ભાભી રમાબેન દામોદરભાઈ શાહી (ઉંમર 60 વર્ષ પોરબંદર રવિ પાર્ક) તથા ભત્રીજા
નરેન્દ્રભાઈ દામોદર શાહી (ઉંમર વર્ષ 44 પોરબંદર રવિ પાર્ક) ની સાથે ઘરે જતા હતા તે દરમિયાન કરલી પુલ પાસે રોંગ સાઈડમાં ફુલ સ્પીડમાં એક કાર આવી હતી અને બાઈક પર સવાર ચારેય સહીત ટ્રાફિક બ્રિગેડ માં નોકરી કરતી યુવતી શિવાની હસમુખભાઈ લાખાણી (ઉમર 25 રહે પોરબંદર આશીર્વાદ એપાર્ટમેન્ટ) ને અડફેટે લેતા રમાબેન દામોદર શાહી તથા નરેન્દ્ર દામોદર શાહી માતા પુત્ર પુલ પરથી નીચે પાણીમાં પડી ગયા હતા જેની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક દોડી ગયા હતા અને તાત્કાલિક માતા પુત્રને પાણીમાંથી બહાર કાઢી તમામ ઘાયલોને તાત્કાલિક પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં કેટરસ નો વ્યવસાય કરતાં વિનોદભાઈ શાહી તેમના ભાઈના ઘરે તહેવારની ઉજવણી માટે આવ્યા હતા અને ઘર તરફ પરત ફરતા હતા ત્યારે ગમખ્વાર અકસ્માત નો બનાવ બન્યો હતો ત્યારે કાર નમ્બર GJ 25 J4303નો કારચાલક અકસ્માત સર્જીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો જો કે ઘટના બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
માતા પુત્રને પાણીમાંથી બહાર કાઢ્યા
પોરબંદરમાં કરલીના પુલ પાસે થયેલ અકસ્માતમાં પોરબંદરના રવિ પાર્કમાં રહેતા રમાબેન દામોદર શાહી તથા નરેન્દ્ર ભાઈ દામોદર શાહી માતા પુત્ર પોતાના બાઈક પર હતા ત્યારે સામેથી એકાએક કરાવતા બંને પુલ પરથી પાણીમાં ફંગોડાઈ ગયા હતા અને ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક મહામુસીબતે બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યા હતા તબીબોના જણાવ્યા અનુસાર હાલ રમાબેન દામોદરભાઈ શાહી ગંભીર હાલતમાં છે જ્યારે ટ્રાફિક બ્રિગેડ માં ફરજ બજાવનાર શિવાની લાખાણી ના પગમાં પણ ગંભીર ઈજાઓ પહોંચી છે અન્ય લોકોને હાથ પગ અને માથામાં ઇજાઓ પહોંચે છે પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર કારચાલક ને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે કારચાલક દારૂ પીધેલ હાલતમાં હતો કે કેમ તે અંગે પણ કાર ચાલક પકડાયા બાદ સામે આવશે
પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રાંફિક બ્રિગેડ માં ફરજ બજાવતી યુવતી શિવાની હસમુખભાઈ લાખાણી (ઉંમર વર્ષ 25 આશીર્વાદ એપાર્ટમેન્ટ)નું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે
