જૂનાગઢ ગીરનાર પરિક્રમામાં દીપડાએ હુમલો કરતાં ૧૧ વર્ષની બાળાનું મોત
જૂનાગઢ ગીરનાર પરિક્રમામાં દીપડાએ હુમલો કરતાં ૧૧ વર્ષની બાળાનું મોત થતાં હાહાકાર મચી ગયો છે.પ્રાપ્ત માહિતી મુજબ બે દિવસથી ગીરનાર પર્વત રૂટ ઉપર લીલી પરિક્રમા શરૂ થઈ છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો આવી રહ્યા છે.
પાયલ નામની યુવતીનું મૃત્યું ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન આદમખોર દીપડાનો હચમચાવી દે તેવા હુમલાની ઘટના સામે આવી છે. 11 વર્ષીય પાયલ નામની યુવતી પર દીપડાએ હુમલો કરતા તેનુ કરૂણ મોત થયું છે. પરિક્રમાના રૂટમાં બોરદેવી નજીક ઘટના બની છે.
રાજુલાનો પરિવાર ગીરનાર પરિક્રમા માટે આવ્યો હતો અને રાત્રી રોકાણ ગીરનાર પરિક્રમા રૂટ ઉપર આવેલ બોરદેવી ખાતે કર્યુ હતું.પરિવારજનો ગાઢ નિંદ્રામાં હતાં ત્યારે અચાનક બોરદેવી ખાતે જંગલમાંથી દીપડો ત્રાટક્યો હતો અને આ પરિવારની ૧૧ વર્ષની બાળાને ઉઠાવીને જંગલમાં ૫૦ મીટર દૂર લઈ ગયો હતો. અચાનક દીપડો ત્રાટકતા પરિવારજનો જાગી ગયા હતા અને દોડધામ મચી ગઈ હતી. જો કે દીપડાએ હુમલો કરતાં આ બાળાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું.આ બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ તથા ભવનાથ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.ગીરનાર પરિક્રમા રૂટ ઉપર દીપડાના હુમલાથી અન્ય પરિક્રમાર્થીઓમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે.
લોકોમાં ફફડાટ
દિવસને દિવસે ક્રોનકીટના જંગલો વધી રહ્યાં છે તેમજ વૃક્ષો અને જંગલોનું નાશ થઈ રહ્યું છે તેમ તેમ જંગલીય પ્રાણીઓ માનવ વસવાટમાં ઘૂસી રહ્યાં છે. જેને લઈ અવાર નવાર સિંહ તેમજ દીપડાના હુમલાની ઘટના પણ સામે આવતી હોય છે. જો કે, આ વખતે લીલી પરિક્રમાં દીપડો માનવીય વસ્તીમાં ઘૂસી આવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યું છે. યુવતીના મૃત્યુને લઈ પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.