કવિવર રવીન્દ્રનાથ ટાગોર 1923 એપ્રિલમાં પોરબંદર પધાર્યા હતા
![](http://porbandarsamachar.com/wp-content/uploads/2021/05/IMG-20210507-WA0032.jpg)
આજે કવિવર રવીન્દ્રનાથ ટાગોર નો જન્મ દિવસ ( 7/5/1861)
કવિવર રવીન્દ્રનાથ ટાગોર 1923 એપ્રિલમાં પોરબંદર પધાર્યા હતા. કરાચીથી તેઓ દરિઆઈ માર્ગે પોરબંદરના બંદર ઉપર ઉતર્યા ત્યારે આખું બંદર અને શહેર શણગારવામાં આવ્યું હતું શાળામાં રજા રાખવામાં આવી હતી અને મહારાણા શ્રી નટવરસિંહજી તથા મહારાણી શ્રી રૂપાળીબા બંદર પર હાજર રહ્યા હતા ! ખુલ્લી મોટરમાં રવિન્દ્રનાથને આખા શહેરમાં ફેરવીને સુદામાં મંદિરમાં લાવ્યા હતા. ત્યાં હાજર રહેલા વિદ્યાર્થીઓને રવિન્દ્રનાથ નુ સંબોધન કર્યું અને શોભાયાત્રા દરિયામહેલમાં વિસર્જન પામી.તે દિવસે સાંજે મહારાણા શ્રી નટવરસિંહજી ક્લબમાં શહેરના અગ્રણી નાગરીકો સાથે જાહેરસભા યોજાઈ અને રવિન્દ્રનાથે પોતાના સિંધ પ્રવાસની જાહેર જનતાને વાત કરી.કહે છે કે મહારાણા શ્રી નટવરસિંહજીએ શાંતિ નિકેતનના પ્રકાશન ફંડમાં જે રકમ દાનમાં આપેલી તેમાથી રવીન્દ્રનાથે ‘ વિશ્વભારતી ‘ પત્રીકાનુ પ્રકાશન કરેલું..,
✍️ વીરદેવસિંહ પી જેઠવા