ભારત વિકાસ પરિષદ પોરબંદર અર્પણ ફાઉન્ડેશન રાજકોટ તથા ઇન્ડિયન ફોર એક્શન કેલિફોર્નિયા અમેરિકા ના દાતા ના સહયોગથી પોરબંદર જિલ્લાના દિવ્યાંગો માટે કૃત્રિમ હાથ અને કૃત્રિમ પગ અને કેલીપસઁ વિતરણ કેમ્પ યોજાયો

ભારત વિકાસ પરિષદ પોરબંદર અર્પણ ફાઉન્ડેશન રાજકોટ તથા ઇન્ડિયન ફોર એક્શન કેલિફોર્નિયા અમેરિકા ના દાતા ના સહયોગથી પોરબંદર જિલ્લાના દિવ્યાંગો માટે કૃત્રિમ હાથ અને કૃત્રિમ પગ અને કેલીપસઁ વિતરણ કેમ્પ યોજાયો

ભારત વિકાસ પરિષદ પોરબંદર અર્પણ ફાઉન્ડેશન રાજકોટ તથા ઇન્ડિયન ફોર એક્શન કેલિફોર્નિયા અમેરિકા ના દાતા  નગીનભાઇ ઝઘડા ના સહયોગથી પોરબંદર જિલ્લાના દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે કૃત્રિમ હાથ ..કૃત્રિમ પગ.. અને કેલીપસઁ.. વિતરણ કેમ્પનું આયોજન આજરોજ તારીખ 25 /3 /2021અને ગુરુવારના રોજ શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ પોરબંદર ખાતે કરવામાં આવેલું પોરબંદર જિલ્લાના 85 જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો કે જેઓના આકસ્મિક રીતે હાથ કે પગ કપાઈ ગયેલા હોય અથવા તો જેમને પગમાં પોલીયો ની થયેલો હોય આવા દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે એક કૃત્રિમ હાથ…કૃત્રિમ પગ અને કેલીપસઁ વિતરણ કેમ્પ નુંઆયોજન કરવામાં આવેલો આ કેમ્પમાં આજથી પંદર દિવસ પહેલા આ તમામે તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનો નું મેઝરમેનટ લેવાના આવેલ જ્યારે આજે આ કૃત્રિમ અવયવો તૈયાર કરી દિવયાંગ ભાઇ બહેનો ને નિશુલક પણે અપઁણ કરવામા આવેલ.. અને કૃત્રિમ અવયવો એટલે કે કૃત્રિમ હાથ અને કૃત્રિમ પગ તૈયાર કરી અને આજે એમનું ફીટીંગ એને કરવામાં આવેલા ત્યારે એ દિવયાંગ ભાઇ બહેનો ગદગદિત થઈ ગયેલા ..આ ભાઈ-બહેનો જ્યારે પોતાના બંને હાથ કે બંને પગ કપાઈ ગયેલા હોય પોતાની જાતે ચાલી શકતા ન હોય..કે પોતાના હાથે પાણી પણ પી ન શકતા હોય બીજા ઉપર આધારીત રહેવુ પડતુ હોય તેવા સંજોગોમાંથી આ કૃત્રિમ અવયવો ના ફીટીંગ થયા બાદ પોતે આત્મનિર્ભર બની જતા અપાર આનંદ ની લાગણી અનુભવી હતી.. હવે થી આ દિવયાંગ ભાઇ બહેનો આતમ સન્માન સાથે કોઇ પર આધારીત જીંદગી થી મુક્ત બની નવા જીવન ની શરુઆત કરતા તેઓ ના આંખો મા પણ હષઁ ના આંસુ આવી ગયા..અને ઉપ સ્થિત સૌ કોઇ વ્યક્તિ પર આ દ્રશ્ય જોઇ ભાવ વિભોર બની ગયા હતા..

આજથી બંને કપાયેલા હાથ વાત ભાઈ બહેનો એ પોતાના હાથે પાણીની બોટલ માંથી પાણી પીધુ..હાથ મા પેન લઇ લખાણ કયુઁ .. તેજ રીતે કૃત્રિમ પગ નુ ફીટીંગ થયા બાદ કોઇ ના ટેકા વગર મુક્ત રીતે હલન ચલન કરી શકે ..આ બધા દ્રશ્યો થી કેમ્પ ના આયોજકો એ પણ ખુબ જ સંતોષ ની લાગણી અનુભવી..

આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત ના પ્રમુખ શ્રી પ્રફુલ્લભાઇ ગોસ્વામી અને એમની આઠ સભ્ય શ્રીઓ ની ટીમ ખડે પગે રહી દિવયાંગ ભાઇ બહેનો ને કૃત્રિમ અવયવો ફીટીંગ કરવામા ઉમદા સહયોગ આપેલો..જયારે ભારત વિકાસ પરિષદ પાલડી અમદાવાદ ની ટીમ અને ટેક્નિશિયનો દ્વારા એક એક વ્યક્તિ ઓ ને સમજુતી આપી ને કૃત્રિમ અવયવોનુ ફીટીંગ કરી આપવામા આવ્યુ..

આ કેમ્પ દ્વારા ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા અને આનંદ નગર શાખા તેમજ અપઁણ ફાઉન્ડેશન રાજકોટ તથા કેલીફોનીઁયા ( અમેરીકા) સ્થિત દાતા નગીનભાઇ જધડા નો ઉમદા આથિઁક સહયોગ પ્રાપ્ત થયેલો..

આ કેમ્પ ને સફળ બનાવવા અને પોરબંદર જીલ્લા ના તમામ ગ્રામ્ય વિસ્તાર મા રહેતા દિવયાંગ ભાઇ બહેન ને શોધી એમને સહયોગ આપવાનુ આ ભગીરથ કાર્ય ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખ ના પ્રમુખ કમલેશભાઇ ડી.ખોખરી..મંત્રી નિધીબેન શાહ..ઉપ પ્રમુખ વિનેશભાઇ ગોસ્વામી સંગઠન મંત્રી નિલેષભાઇ રુધાણી..ખજાનચી નયનભાઇ ગોકાણી મહિલા સંયોજીકા પ્રો. નિવેદીતાબેન જોષી..નિમેષભાઇ ગોંડલીયા..હરદતપુરી ગોસ્વામી..દાસાભાઇ..હીનાબેન દવે..રાજેશ ભાઇ દવે.જીતેશભાઇ પટેલ વિગેરે સભ્ય શ્રીઓ ને જહેમત ઉઠાવી આ દિવયાંગ સાધન સહાય વિતરણ કેમ્પ ને સફળ બનાવેલ છે…

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!