પોરબંદર તાલુકાના રાતડી ગામે સરકારી પડતરમાં ચાલતા ગેરકાયદેસર ખનન ઉપર રેવન્યુ વિભાગની કાર્યવાહી

પોરબંદર.તા.૦૧, પોરબંદરની દરીયાપટ્ટીમાં ખૂબ વિશાળ પ્રમાણમાં લાઇમ સ્ટોન ખનીજ મળી આવતું હોય અને ગેરકાયદેસર ખનનની જાણ કલેકટરશ્રી, પોરબંદરને થતાં નાયબ કલેકટર તથા કુતિયાણા તથા પોરબંદર (ગ્રામ્ય) મામલતદારની ટીમો દ્વારા આવા ગેરકાયદે ચાલતા ખનન કાર્યને પકડી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રેવન્યુ વિભાગ દ્વારા સરકારી ખરાબામાં તદન ગેરકાયદેસર ચાલતી લીઝો ઉપર દરોડા પાડતા અંદાજીત ૨૬ જેટલા કટીંગ મશીન (ચકરડી) તથા ૬ જેટલા ટ્રેકટર, લોડર મળીને અંદાજે ૭૦ થી ૮૦ લાખનો મુદામાલ જપ્ત કરી ખાણ ખનીજ ખાતાને સોંપવામાં આવેલ છે. આ દરોડા દરમીયાન ખાણોમાં કામ કરતાં મજુરોને પકડી ગેરકાયદે ખનન કરતા ઇસમોના મૂળ સુધી પહોંચવા આગળની પુછપરછ તથા તપાસ ચાલી રહી છે. ઉપરાંત માપણીની પ્રક્રિયા પણ ચાલુ હોય પૂર્ણ થયા બાદ જે તથ્યો ખુલશે તે મુજબ આગળની કડક શિક્ષાત્મક તથા દંડનીય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત આવી ગેરકાયદે ખનનની પ્રવૃતિ પર અંકુશ લાવવા માટે આ પ્રકારની કાર્યવાહી આગળ ઉપર પણ કરવામાં આવનાર છે તેમ નાયબ કલેકટર પોરબંદરની યાદીમાં જણાવાયું છે.
૦૦૦

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!