દિવાળી વેકેશન પુરૂ થતા ખાનગી શાળાઓની મનમાની શરૂ, સ્કુલના ડ્રેસ મુજબ ઠંડીનું સ્વેટર પહેરવા દબાણ

પોરબંદર જિલ્લા NSUI એ પ્રાથમિક શિક્ષણ અધિકારીને પાઠવ્યું આવેદન, મનમાની કરતી શાળાઓ સામે પગલાં લેવા માંગ, સ્વેટર પહેરવાને લઇને પરિપત્ર કરવા રજૂઆત.

હાલ જ દિવાળી વેકેશન પુરુ થયુ તથા જ પોરબંદરની ઘણી ખાનગી શાળાઓ દ્વારા મનમાની સામે આવી રહી છે. શિયાળાની શરૂઆત હોય જેથી ઠંડીનો ચમકારો પણ હોય ત્યારે બાળકો/વિધાર્થીઓ ઠંડીથી બચવા માટે સ્વેટર અથવા કોઇ ગરમ કપડું પહેરતા હોય છે.આજે જ્યારે વેકેશન ખુલ્લયુ છે એ પહેલા જ બાળકોનો વાલીઓના ફોન પર ખાનગી શાળાના સંચાલક ઓફિસમાંથી મેસેજ કરવામાં આવી રહ્યા છે તે શાળાના જે પણ ડ્રેસ હોય છે તે ડ્રેસ મુજબના રંગનું જ સ્વેટર કે કોઇ ગરમ કપડું પહેરવું. અન્ય ગંરબેરંગી કપડા પહેરશે તે ચલાવાશે નહિ તેમને દંડ ફટાકારશે જેવા મેસેજ મોકલી દબાણ અપાવામાં આવી રહ્યું છે.
શું આ ખાનગી શાળાઓને બાળકોને તેમના પસંદગી રંગવાના સ્વેટર પહેરવા છે ?? શું તે બાળકોના સ્વેટરના રંગથી મતલબ છે કે પછી બાળકોને સારૂ શિક્ષણ મળે એમનું ?? શું રંગબેરંગી અથવા તો કોઇ વિધાર્થી ગરમ કપડું પહેરીને સ્કુલમાં જશે તો તે ભણશે નહિ ?? સ્કુલના ડ્રેસ મુજબ પહેરશે તો જ ભણશે ?? આવા લોઝીક કેમ આ ખાનગી શાળાઓ વારા કરે છે ?? તેવુ ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડે શિક્ષણ અધકારીને પ્રશ્નો કર્યા હતા.
વિધાર્થી કોઇ પણ રંગનું સ્વેટર કે ગરમ કપડા પહેરશે તો શું બાળકોને ભણતર નહિ મળે ? આ બાળકો સ્વેટર ઠંડીથી બચવા માટે કરે છે કોઇ અન્ય કારણોથી નહિ.. હર વર્ષે આ ખાનગી શાળાઓની શિયાળાના સમયમાં કેમ મનમાની હોય છે સ્વેટરને લઇને આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માંગ પોરબંદર જિલ્લા NSUI દ્વારા કરવામાં આવી હતી. તેમજ આજ જ તમામ શાળામાં સ્વેટરને પરિપત્ર જાહેર કરવામાં આવે કે વાલીઓએ પોતાના બાળકોને જે પણ હશે તે સ્વેટર પહેરવાનું રહેશે કોઇ પણ અચૂક આ જ પહેરવું તેવુ કોઇ પણ સ્કૂલ દબાણ કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાવામાં આવે તેવી રજૂઆત આવેદન દ્વારા કરવામાં આવી હતી.. શિક્ષણ અધિકારી દ્વારા પણ યોગ્ય કરીશું તેવી ખાત્રી આપવામાં આવી હતી અને સત્વરે પરિપત્ર જાહેર કરાશે તેવુ જણાવ્યું હતુ.. મનમાની કરતી શાળાઓ સામે પગલાં પણ ભરાશે
ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ, જયદિપ સોલંકી, ઉમેશરાજ બારૈયા, રાજ પોપટ,ચિરાગ વદર,હરિત શાહ, યશ ઓઝા, પાર્થ ઉનડકઠ, હર્ષ રાબડિયા, હિરેન મેઘનાથી, સાહિલ ચોટાઇ

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!