પોરબંદરની શ્રીનાથજીની હવેલીમાં પુરૂષોતમ માસની ઉજવણી : ૫૬ ભોગના દર્શનનું આયોજન

વૈષ્ણવો માટે ‘ શ્રીનાથજી ” બાવાનું અનેરૂ મહત્વ રહેલ છે. અને તેમાં પણ પવિત્ર પુરૂષોતમ માસ ચાલતો હોય અને તેથી વૈષ્ણવોમાં ભકિતની ભાવના અતિશય જાગેલી હોય છે. અને તેમાં પણ પો૨બંદ૨માં શ્રીનાથજી ની હવેલી કે જે શહેરની મધ્યમાં કિર્તીમંદિરની બાજુમાં જ આવેલી હોય અને સમગ્ર પોરબંદ૨માં માત્ર શ્રીનાથજીની હવેલીમાં જ ધજા ચડાવવામાં આવતી હોય અને તે રીતે પુરૂષોતમ માસનું રોજેરોજ ધજાજી નું મનો૨થ થતો હોય છે. સાથે સાથે ૨ોજ સાંજે અલગ અલગ દર્શનો રાખવામાં આવતા હોય અને પો૨બંદ૨નાં વૈષ્ણવો બહોળી સંખ્યામાં આ દર્શનનો લાવો લે છે. અને તેમાં પણ પ૨ષોતમ માસના આખરી દિવસે એટલે કે, અમાસ તા.૧૬/૦૮|૨૦૨૩ નાં૨ોજ સાંજના 5–૦૦ વાગ્યા થી 11–૦૦ વાગ્યા સુધી ૫૧ ના દિવસે ડબ્બાનો બડા મહોત્સવ એટલે કે, ૫૬ ભોગના દર્શન રાખેલા છે. અને તે રીતે મુખ્યાજી પ્રકાશભાઈ ઠાકર તથા મંદિરના અધિકારી જીવનભાઈ રાઠોડ તથા પ્રકાશભાઈ ઠાક૨ ના બંને પુત્રો પાર્થ ઠાકર અને દેવલ ઠાકર તેમજ આભુષણ મંડપ સર્વિસ વાળા ચીરાગભાઈ ઠક૨ા૨ ખૂબ જ જહેમત ઉઠાવી રહેલ છે. અને તે રીતે પોરબંદરની શ્રીનાથજીની હવેલીમાં આ વર્ષે અલગ અલગ દર્શનોની ઝાંખી કરાવેલી હોય અને આબેહુબ રાજસ્થાનમાં આવેલા શ્રીનાથજી મંદિરની જેમ જ પોરબંદરમાં પણ આ વર્ષે વૈષ્ણવોને બહોળા પ્રમાણમાં લાભ મળેલ છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!