કેસના બદલે ચૂંટણી લડશે વકીલો પોરબંદર બાર એસોસિએશનમાં 22મી એ ચૂંટણી
ચૂંટણી અધિકારી તરીકે બાર એસોસિએશનના વર્ષો જૂના એડવોકેટ્સ ટેવાણી શિયાણી અને મહેશ પરમાર નિમણૂંક
પોરબંદર
સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાના બાર એસોસિએશનની ડિસેમ્બરમાં યોજાતી ચૂંટણીની જાહેરાત ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા કરવામાં આવી છે અને તે અનુસાર પોરબંદર બાર એસોસિએશન દ્વારા મળેલ મીટીંગમાં આ ચૂંટણી તારીખ 22 ડિસેમ્બર ના રોજ મુકરાર કરવામાં આવી છે. ચૂંટણીની જાહેરાત થતા જ કેટલાક સંભવિત ઉમેદવારો અને તેમની લોબી દ્વારા જોરશોરથી પોતાનું ગ્રુપ બનાવવાની તેમજ ચૂંટણી લડી લેવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બાર એસોસિએશનની હાલની ચૂંટણીમાં હાલના પ્રમુખ પણ લડી લેવાના મૂડમાં હોવાનું ચર્ચા રહ્યું છે. આ ઉપરાંત પ્રમુખ અને ઉપપ્રમુખના સ્થાન પરના કેટલાક નવા નામો પણ ચર્ચામાં છે. એક જાણીતા વકીલે જણાવ્યું કે આ વખતનો બાર એસોસિએશનનો જંગ સૌથી વધારે રસાકસીભર્યો બની રહેવાનો છે.
કાનૂની સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ મુજબ સમગ્ર ગુજરાતના બાર એસોસિયેશનની ચુંટણી તા. ૨૨/૧૨/૨૩ ના રોજ મુકકર કરવામાં આવેલ તે સંદર્ભે પોરબંદર બાર એસોસિયેશનની ચુંટણી પણ તે દિવસે જ કરવી તેવું પોરબંદર બાર એસોસિયેશનની મિટિંગમાં નક્કી કરવામાં આવેલ છે.
ચુંટણી કાર્યક્રમ મુજબ ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ ૪/૧૨/૨૩ થી ૮/૧૨/૨૩ જાહેર કરવામાં આવી છે
ફોર્મ ચકાસણી તારીખ:-૧૧/૧૨/૨૩ ના રોજ થશે તેમ જફોર્મ પરત ખેંચવાના ની તારીખ:-૧૨/૧૨/૨૩ જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ ઉમેદવારો ની આખરી યાદી તારીખ:- ૧૩/૧૨/૨૩
ના રોજ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદચુંટણી મતદાન
તારીખ:- ૨૨/૧૨/૨૩ના રોજ થશે અને તે જ દિવસે પરિણામ જાહેર થશે તેમ જ નવા પ્રમુખના નામની જાહેરાત પણ થશે અને નવી બોડીની નિમણૂકની પ્રક્રિયા ચાલુ થશે.
ઉલ્લેખનીય છે કે આ ચૂંટણી માટે મળેલી 12 એસોસિએશનની બેઠકમાં ચુંટણી કમિશનર તરીકે ૧) એડવોકેટ એચ. પી. ટેવાણી, ૨) એડવોકેટ એન. જે. સિયાણી અને ૩) એડવોકેટ મહેશ જી પરમારની નિમણૂક કરવામાં આવી છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ ચૂંટણી અધિકારીઓની નિમણૂક છેલ્લા ત્રણ વર્ષથી થતી આવે છે અને આ વર્ષે પણ થઈ છે. પ્રમુખો અને ઉપપ્રમુખો તેમજ આખે આખી બોડી આવે અને જાય છે પરંતુ ચૂંટણી અધિકારીઓ એના એ જ રહે છે એ પણ સમગ્ર ગુજરાત કે ભારતમાં કે વિશ્વમાં એક રેકોર્ડ હશે એમ માનવામાં આવી રહ્યું છે. દરમિયાન એ પણ જાણવા મળી રહ્યું છે કે આ વખતે એડવોકે એડવોકેટ જોશી અને એડવોકેટ સિંગરખીયા એક ખાસ પ્રકારની મહેનત કરી રહ્યા છે અને એમનું એક ચોક્કસ જૂથ ચોક્કસ પ્રકારની મહેનત કરી રહ્યું છે. આ ઉપરાંત અનેક માથાઓ ચૂંટણી બાબતે ચર્ચામાં છે, જમા એડવોકેટ ઓડેદરા પડદા પાછળ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હોવાનું પણ સંભળાઈ રહ્યું છે તો કેટલાક વકીલો એવા પણ છે કે જેમને આ ચૂંટણીમાં કોઈ રસ જ નથી. તેઓ પોતાની રીતે જે થાય તે થવા દઈ રહ્યા છે. એમને માત્ર ને માત્ર પોતાની પ્રેક્ટિસમાં જ રસ છે. તો બીજી તરફ આવી રહેલી ચૂંટણીના કારણે કેટલાક વકીલોને પોતાની પ્રેક્ટિસમાંથી રસ ઉડી ગયો છે.