પોરબંદર માં સ્વચ્છતા હી સેવા અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા-જનજાગૃતિ રેલી સહીત વિવિધ કાર્યક્રમો સંપન્ન


કીર્તિમંદિર પોલીસ અને વી. જે. મદ્રેસા બોયઝ એન્ડ ગર્લ્સ હાઇસ્કુલ તેમજ શેઠ હાજી અબ્દુલ્લાહ ઝવેરી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના સયુંકત ઉપક્રમે આયોજન સંપન્ન
સ્વચ્છતા હી સેવા-2023 કાર્યક્રમ અંતર્ગત સમગ્ર જિલ્લાઓમાં વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, ત્યારે પોરબંદર કીર્તિ મંદિર સ્ટેશન અને વી. જે. મદ્રેસા બોયઝ એન્ડ ગર્લ્સ હાઇસ્કુલ તેમજ શેઠ હાજી અબ્દુલ્લાહ ઝવેરી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના સયુંકત ઉપક્રમે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત ચિત્ર સ્પર્ધા – નિબંધ સ્પર્ધા – વિધાર્થીઓ દ્વારા જનજાગૃતતા રેલી તેમજ વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને આજરોજ વિધાર્થીઓ દ્વારા જનજાગૃતતા રેલી તેમજ વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાગ લેનાર વિદ્યાર્થીઓ તેમજ અવ્વ્લ નંબર મેળવનાર વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન આપવા સમારોહ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
*વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલી*
વી. જે. મદ્રેસા બોયઝ એન્ડ ગર્લ્સ હાઇસ્કુલ તેમજ શેઠ હાજી અબ્દુલ્લાહ ઝવેરી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના વિદ્યાર્થીઓ ની એક રેલી યોજાઈ હતી. આ રેલી ને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબ દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સમયે પોરબંદર ડીવાય એસપી ઋતુ રાબા , કીર્તિમંદિર પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેકટર નાયક સાહેબ, પોરબંદર-છાયા નગરપાલિકા ના પ્રમુખ ચેતનાબેન તિવારી, મદ્રેસા ના ઓન. સેક્રેટરી ફારૂકભાઈ સુર્યા, પ્રિન્સિપાલ ઇસ્માઇલ મુલતાની સહીત પોલીસ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો. મદ્રેસા સંકુલ ખાતે થી શરૂ થયેલ રેલી રાણીબાગ થી હનુમાનગુફા પોલીસ ચોકી થઈ શીતલચોક અને માણેકચોક થી એમ.જી. રોડ ઉપર થી પરત ફરી હતી. સ્વચ્છતા જનજાગૃતિ ના સૂત્રો દ્વારા જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
*ભાગ લેનાર વિદ્યાર્થીઓ ને બિરદાવાયા*
સ્વચ્છતા હી સેવા-2023 કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ માં ભાગ લેનાર સ્કુલ ના વિદ્યાર્થીઓ અને પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ને સન્માનિત કરવાનો સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં નિબંધ સ્પર્ધા માં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર ગર્લ્સ હાઈસ્કૂલ ની વિદ્યાર્થીની હિંગોરજા ઇશરત નાસિર, બોયઝ સ્કૂલ માંથી પ્રથમ નમ્બર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી દુફાની ગુલામમયુનુદ્દીન સુમાર અને ઈંગ્લીશ મીડીયમ માંથી પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર સિપાઈ અસમા નજીર ને શિલ્ડ આપી બિરદાવવામાં આવી હતી. તેવી જ રીતે ચિત્ર સ્પર્ધા માં પ્રથમ નંબર મેળવનાર ગર્લ્સ સ્કુલ ની વિદ્યાર્થીની શેરવાની કનિઝફાતેમા ઇબ્રાહિમ, બોયઝ સ્કૂલમાંથી પ્રથમ નમ્બર મેળવનાર શેખ અમન રફીકભાઇ અને ઈંગ્લીશ મીડીયમ માંથી પ્રથમ નમ્બર મેળવનાર હાલાઇ ફાતિમા જિકર ને પણ શિલ્ડ-પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત વક્તૃત સ્પર્ધામાં પણ બોયઝ સ્કૂલ માંથી દુફાની ગુલામમયુનુદ્દીન સુમાર અને મન્સૂરી અમાન હાસમી તેમજ ઈંગ્લીશ મીડીયમ માંથી હમીરાણી સિફા રફીક ને શિલ્ડ-પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર નાયક સાહેબ, પોલીસ સ્ટાફ તેમજ મદ્રેસા ના ઓન. સેક્રેટરી ફારૂકભાઈ સુર્યા , પ્રિન્સિપાલ ઇસ્માઇલ મુલતાની ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ ને પ્રાસંગિક ઉદબોધન કરી સ્વચ્છતા જાળવવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. વક્તૃત્વ સ્પર્ધા માં નંબર આપવા નિર્ણાયક તરીકે ગુજરાતી સાહિત્ય ના લેખક પોરબંદરના દુર્ગેશભાઈ ઓઝા એ તેમની સેવા આપી હતી.
