પોરબંદરમાં દિવ્યાંગો માટે કૃત્રિમ અવયવોના આરોપણનો કેમ્પ યોજાયો

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની પોરબંદર તાલુકા શાખા અને પાયોનીયર ક્લબના સંયુક્ત ઉપક્રમે થયું આયોજન:જર્મન ટેકનોલોજીથી બનેલા અવયવો ફીટ કરી દેવામાં આવતા દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી:સંસ્થાના વિશિષ્ટ સેવા યોજનાને શહેરીજનોએ આપ્યો આવકાર

અમુક લોકો પહેલીવાર ચાલતા થયા તે દ્રશ્યો જોતા અદભુત આનંદ થયો : રામદેવભાઈ મોઢવાડિયા

પોરબંદરમાં દિવ્યાંગો માટે કૃત્રિમ અવયવોના આરોપણનો કેમ્પ યોજવામાં આવતા વિશાળ સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખા અને પાયોનિયર ક્લબ, પોરબંદરના સંયુક્ત ઉપક્રમે પોરબંદરના ખીજડી પ્લોટ વિસ્તારમાં સ્વામીનારાયણ મંદિરની બાજુના હોલમાં કૃત્રિમ અવયવોનું આરોપણ કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા ૩૦ જેટલા દિવ્યાંગોને જર્મન ટેકનોલોજીથી બનેલ કુત્રિમ પગનું આરોપણ કરવામાં આવ્યુ હતુ.
આ પહેલા ગત તા. ૨ ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતીમાં કૃત્રિમ અવયવોની જરૂરીયાત ધરાવતા લોકો માટે એક એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયુ હતુ.જેમાં મેડિકલ ઓફિસરોની ટીમ દ્વારા પરીક્ષ અને એસેસમેન્ટ કરીને હાજર રહેલ લોકોમાંથી ૩૦ જેટલા લોકોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.જેમનું માપ લઈને અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ રેડક્રોસ ભવન ખાતે કૃત્રિમ અવયવો તૈયાર કરવામાં આવ્યા હતા.જેનું આરોપણ પોરબંદર ખાતે યોજાયેલ કેમ્પમાં કરવામાં આવ્યુ હતુ. આ કુત્રિમ અવયવો સાથે નવજીવન મળતા લાભાર્થી દિવ્યાંગોને ખુશી વ્યક્ત કરી હતી અને તેઓ હવે આત્મનિર્ભર જીવન જીવવા માટે સક્ષમ બન્યા છે.
આ પ્રસંગે પોરબંદર-છાંયા નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા, પાયોનિયર ક્લબ, પોરબંદરના પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવા, કો-ઓર્ડિનેટર ધર્મેશભાઈ પરમાર સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.પોરબંદરના અધિક કલેકટર જીતુભાઈ વદર,પાલિકા પ્રમુખ ડો.ચેતના તિવારી,જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ રાજશીભાઈ પરમાર,આર્યુવેદિક પ્રેક્ટીસનર એસોસિએશનના પ્રમુખ ડો.રામદે મોઢવાડિયા,અર્જુનભાઈ ભુતિયા,સામતભાઈ ચુંડાવદરા,સુનીલ ગોહેલ,કેતન ભરાણીયા,ચંદ્રેશ સામાની,દેવશી પરમાર,માલદે ઓડેદરા,સરોજબેન કક્કડ,ભારતીબેન ગોહેલ,હંસાબેન તુંબડીયા, મણીબેન દાનુંભાઈ ઓડેદરા સહિત આ કાર્યક્રમની વ્યવસ્થા નરેશ થાનકી,ધાર્મિક મોઢા,રાહુલ કક્કડ,પીયુષ મજીઠીયા,ધનશ્યામ મહેતાએ કરી હતી.કાર્યક્રમનું સંચાલન જયેન્દ્ર ખુંટીએ કર્યું હતુ.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!