પોરબંદર જિલ્લામાં ‘સૂર્ય નમસ્કાર સ્પર્ધા’

ભાગ લેવા ઇચ્છુકોએ તા.૧૦ ડિસેમ્બર સુધીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે
પોરબંદર.તા.૦૨, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સંચાલિત ‘સૂર્ય નમસ્કાર સ્પર્ધા‘ તા. ૧ ડીસેમ્બર,૨૦૨૩ થી શરૂ કરીને એક મહિના સુધી આ કાર્યક્રમનું આયોજન થનાર છે. આ સ્પર્ધામાં ગ્રામ્ય વોર્ડ કક્ષાએ ૦૧ મિનીટ સ્પર્ધાનો સમયગાળો,તાલુકા/નગરપાલિકા કક્ષાએ ૦૨ મિનીટ સ્પર્ધાઓ સમયગાળો, જિલ્લાકક્ષાએ ૦૩ મિનીટ મંત્રોચ્ચાર સાથે અને રાજ્યકક્ષાએ ૦૫ મિનીટ મંત્રોચ્ચાર સાથે સ્પર્ધા કરવામાં આવશે. જેમાં ભાગ લેવા માટેની વય મર્યાદા (૧) ૦૯ થી ૧૮ વર્ષ (૨) ૧૯ થી ૪૦ વર્ષ (૩) ૪૧ વર્ષથી ઉપરના રહેશે જેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.૧૦/૧૨/૨૦૨૩ સુધી http://me.garb.in/ લીંક પરથી થઇ શકશે. આ સ્પર્ધામાં વિજેતા થનાર વ્યક્તિઓને જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ આવનાર ને ૨૧,૦૦૦/-, દ્વિતીય ક્રમ આવનારને ૧૫,૦૦૦/- અને તૃતીય ક્રમ આવનારને ૧૧,૦૦૦/- પુરષ્કાર આપવામાં આવશે. તેમજ ત્રણેય વય જૂથમાંથી પ્રથમ આવનાર છ (૬) વ્યક્તિઓ પૈકી (૨ભાઈઓ + ૩ બહેનો એમ કુલ= ૫) સ્પર્ધકોને રાજ્યકક્ષાની સ્પર્ધામાં પોરબંદર જિલ્લા વતી ભાગ લેવાનો રહેશે. રાજ્યકક્ષાએ વિજેતા થનાર સ્પર્ધકને પ્રથમ ક્રમ આવનારને ૨,૫૦,૦૦૦/- , દ્વિતીય ક્રમ આવનારને ૧,૭૫,૦૦૦/- અને તૃતીય ક્રમે આવનારને ૧,૦૦,૦૦૦/- નો પુરષ્કાર આપવામાં આવશે.
