બેદરકારી પૂર્વક ટ્રાવેલ્સ ચલાવી છ વ્યક્તિના મૃત્યુ નીપજાવનાર ચાલક ને 10 …
બેદરકારી પૂર્વક ટ્રાવેલ્સ ચલાવી છ વ્યક્તિના મૃત્યુ નીપજાવનાર ચાલક સામે પોરબંદર સેશન કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : 10 વર્ષની સજા
પોરબંદરમાં તારીખ 18/5/ 2017 ના રોજ સાંજના સાડા ચારના કલાકના સમય એક ખાનગી ટ્રાવેલ્સ બસના ચાલકે રાણાવાવ નજીક હનુમાનગઢ ની ગોળાઈ પાસે બે ફીકરાઈથી રોંગ સાઈડમાં બસ ચલાવી એક મારુતિ કારને લેતા કારમાં સવાર છ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા અને એક વ્યક્તિ ને ગંભીર ઇજા પહોંચાડી હતી જે હાલ જીવિત છે આ બાબતે પોરબંદર સેશન કોર્ટના જજ પંચાલ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવેલ છે ગઈ કાલે વાહન ચાલક ને 10 વર્ષની સજાનો હુકમ અને પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પોરબંદરમાં સાત વર્ષ પહેલા પોરબંદર ના રાણાવાવ થી ભાણવડ જતા રસ્તા પર હનુમાન ગઢ ગામે સાજણ વાળી નેશ ના રસ્તા પર એક ખાનગી ટ્રાવેલ્સ નંબર gj 03 ax0459 ના ડ્રાઈવર ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા એ 18/ 5 /2017 ના રોજ સાંજે 4:30 કલાકે બેદરકારી પૂર્વક અને માનવ જિંદગી જોખમાય તે રીતે ચલાવી સામેથી આવતી રિટ્સ કાર નંબર gj 02 cg0557 માં બેસેલ જયદીપ અરશીભાઈ સિસોદિયા તથા પુરીબેન અરશીભાઈ સિસોદિયા અને અંકિત ભાયાભાઈ સિસોદિયા તથા લાખીબેન ભાયાભાઈ સિસોદિયા તથા અશ્વિનભાઈ દેવાનંદભાઈ સિસોદિયા તથા સવધીબેન દેવાનંદભાઈ સિસોદિયાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે સંજય નાથાભાઈ વાળોતરીયા ને શરીરે ગંભીર ઈજા પહોંચાડી ટ્રાવેલ્સ ચાલક નાસી ગયો હતો. તે સમયે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેની અટક કરવામાં આવી હતી.
પોરબંદરના વકીલે ધારદાર રજૂઆતો કરી
પોરબંદર ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટ માં સરકાર તરફે એડિ.પબ્લિક પ્રોસિક્યુટર વકીલ અનીલ .જે.લીલા એ આ બાબતે ધારદાર રજૂઆતો કરી હતી અને જણાવ્યું હતું કે આ અકસ્માતમાં કારમાં સવાર સાત જેટલા વ્યક્તિઓ જેમાં ત્રણ સ્ત્રીઓ બે યુવાનો અને એક સગીર બાળક હતો જેમાંથી છ વ્યક્તિ ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને એકને ગંભીર રિચાર્જ થઈ હતી જેમાં પોરબંદર માં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અરસી ભીમજીભાઇ સિસોદિયા નો પરિવાર ધાર્મિક પ્રસંગે જતા હતા તે સમયે આ ઘટના બની હતી જેમાં નામદાર કોર્ટમાં અમારી દલીલો અને જરૂરી દસ્તાવેજી મૌખિક પુરાવાઓ ધ્યાને લઈને અમદાવાદના વિશ્વમય શાહ કેસનો ચુકાદો ટાંકેલો હતો જેમાં અકસ્માત સર્જનાર અકસ્માતમાં ગંભીર ગવાયેલાઓને છોડીને નાસી ગયેલ હતો તે નામદાર કોર્ટે ધ્યાને લઈ મોટર વિહિકલ એક્ટની કલમો તેમજ ipc 304 મુજબ આરોપી ધર્મેન્દ્રસિંહ સામે 10 વર્ષની સજા અને 5,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે જે એક ઐતિહાસિક ચુકાદો છે સેશન કોર્ટના એડવોકેટ અનિલ જે લીલા એ જણાવ્યું હતું