પોરબંદરના મનોદિવ્યાંગ માતા પુત્રને બગોદરા ખાતે આશ્રમમાં અપાયો આજીવન આશરો
લીમડા ચોક વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા અને ખૂબ જ દયનીય હાલતમાં જીવન ગુજારતા માતા પુત્રને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિત કોંગી આગેવાનોએ કરી મદદ: માનવમૂર્તિ માનવતા પરિવાર આશ્રમના સંચાલક સહિત સેવાભાવી આગેવાનો પોરબંદર આવીને બંનેને લઈ ગયા: ધારાસભ્યના માનવતા વાદી અભિગમને બિરદાવાયો
પોરબંદર
પોરબંદરના લીમડા ચોક વિસ્તારમાં રહેતા અને ફૂટપાથ ઉપર દયનીય હાલતમાં જીવન ગુજારતા મનોદિવ્યાંગ માતા પુત્ર ઉપર પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા નું ધ્યાન જતા તેમની પૂરેપૂરી માહિતી મેળવી લીધા બાદ તેમને બંનેને બગોદરા ખાતે આવેલા માનવ મૂર્તિ માનવતા પરિવાર આશ્રમમાં રહેવા સહિત તમામ વ્યવસ્થા કરી આપવામાં આવતા ધારાસભ્યના આ માનવતાવાદી પગલાને આવ્યું હતું જેમાં કોંગી કાર્યકરો અને આગેવાનો પણ મદદમાં જોડાયા હતા.
પોરબંદરના મનો દિવ્યાંગ માતા-પુત્રને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રામદેવભાઈ મોઢવાડિયા અને લોહાણા મહાજન સમાજના પ્રમુખ સંજયભાઈ કારીયા અને કેશુભાઈ વાઢેર, મનોજભાઈ મકવાણા, સંજયભાઈ સોલંકી, દેવભાઈ મકવાણા અને કોંગ્રેસ કાર્યકર્તાઓની મદદથી બગોદરાના માનવમુર્તી માનવતા પરિવાર આશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરી આપી છે.અને માનવમુર્તી માનવતા પરિવાર આશ્રમ સંસ્થાના સંચાલક જાતે પોરબંદર આવીને મનો દિવ્યાંગ માતા-પુત્ર પોતાની સંસ્થામાં આસરો આપવા માટે લઈ ગયાછે.
માનવમુર્તી માનવતા પરિવાર આશ્રમ સંસ્થામાં પહેલેથી રહેતા 550 થી વધુ મનો દિવ્યાંગો સાથે આ માતા-પુત્રને રાખી સાચવવામાં આવશે તેમ જણાવ્યું છે આ બાબતે અંગત રસ દાખવવા અને માનવતાથી છલકાતી અવિરત સેવા માટે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ દિનેશભાઈ અને તેમની સંસ્થાનો આભાર માન્યો હતો.
પોરબંદરના લીમડા ચોક વિસ્તારમાં મનો દિવ્યાંગ માતા-પુત્ર રહેતા હોવાની માહિતી ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને મળી હતી. આ નિરાધાર મનો દિવ્યાંગ માતા-પુત્ર દિવસભર લીમડા ચોક વિસ્તારમાં હરતા ફરતા હતા અને રાત્રે લોહાણા મહાજન વાડીમાં આશ્રય મેળવતા હતા. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રામદેવભાઈ મોઢવાડિયા લોહાણા મહાજન સમાજના પ્રમુખસંજયભાઈ કારીયા અને કેશુભાઈ વાઢેર, મનોજભાઈ મકવાણા, સંજયભાઈ સોલંકી,દેવભાઈ મકવાણા તેમજ કોંગ્રેસ કાર્યકર્તાઓની મદદથી બગોદરાના માનવમુર્તી માનવતા પરિવાર આશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરી આપી છે.
આ અંગે માહિતી આપતા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ દિવ્યાંગ માતા-પુત્ર અંગે મને મંગલમુર્તી માનવતા પરિવાર આશ્રમ સંસ્થાના સંચાલક દિનેશભાઈ લાઠીયાને માહીતી મળતાં તેઓએ મારી સાથે વાત કરી હતી, જે દરમિયાન તેમણે આ મનો દિવ્યાંગ માતા-પુત્રને સાચવવાની તૈયારી દાખવી હતી. બે દિવસ પછી દિનેશભાઈ લાઠીયાનો સામેથી મારા ઉપર ફોન આવ્યો કે તેઓ ગોંડલ આવે છે અને ગોંડલથી પોરબંદર આવી શકે તેમ છે, જો માતા-પિતાની ઓળખ કરીને તેમને પહોંચાડવા માટે વ્યવસ્થા કરવામાં આવે તો પોતે જાતે આવી લઈ જશે. ત્યારે સોમવારે દિનેશભાઈ જાતે પોરબંદર આવ્યા હતા અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ મનો દિવ્યાંગ માતા-પુત્રને સંસ્થાના વાહનમાં બેસાડી મંગલમૂર્તિ માનવતા પરિવાર આશ્રમ સંસ્થા ખાતે પહોંચાડ્યા હતા.અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે મંગલમૂર્તિ માનવતા પરિવાર આશ્રમ સંસ્થામાં પહેલેથી 550 થી વધુ મનો દિવ્યાંગ લોકોની સેવા કરવામાં આવે છે. તેમની સાથે જ આ માતા-પુત્રને પણ રાખી સાચવવામાં આવશે અને તેમજ જરૂરી સાર સંભાળ સાથે સારવાર પુરી પાડવામાં આવશે. ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ બાબતે અંગત રસ દાખવવા અને આવી માનવતાથી છલકાતી અવિરત સેવા કરવા માટે દિનેશભાઈ અને તેમની સંસ્થાનો આભાર માન્યો હતો.
આમ પોરબંદરના માનવતા વાદી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તથા હરહંમેશ બારેમાસ સતત છે વાક્ય પ્રવૃત્તિઓને ધમધમતી રાખનારા તેમના નાનાભાઈ રામદેવભાઈ મોઢવાડિયા સહિત કોંગી આગેવાનોને જાગૃતિ યુવાનોની જહેમતથી મનોદિવ્યાંગ માતા પુત્રના જીવનમાં ખુશાલી મળી છે ત્યારે પોરબંદર ધારાસભ્ય અને કોંગી આગેવાનોની આ કામગીરીને ભારોભાર બિરદાવી છે.