સૌરાષ્ટ્ર ના સોરઠીયા રબારી સમાજ નું સ્નેહમિલન પોરબંદર ના વનાણા ખાતે યોજાયું……

સમાજના યુવાઓ અગ્રણીઓ સહિતના મહાનુભાવો સમાજમાં શિક્ષણ અને સમાજ વિકાસ માટે સંકલ્પબંધ થયા
(નિમેશ ગોંડલિયા )સૌરાષ્ટ્રમાં સોરઠીયા રબારી સમાજ ની 20 થી 25 લાખ ની વસ્તી ધરાવે છે.એકલા આ ત્રણ જીલ્લા પોરબંદર, જુનાગઢ અને દેવભૂમિ દ્વારકા માં 10 લાખ થી 15 લાખ રબારી સમાજ મોટી વસ્તી છે જે પોરબંદર જિલ્લોના વનાણા ગામ ખાતે રબારી સમાજના યુવાનો દ્વારા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર સહિતના જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવાઓ સન્માનનીય
સાધુ-સંતો, ભુવાજીઓ તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સમાજમાં અંધશ્રદ્ધા નાબૂદી, કુરિવાજોના ઉન્મૂલન અને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ જેવા મુદ્દાઓ પર મંથન કરવામાં અને સન્માનનીય તમામ મઢ ના ભુવાઆતા, ધર્મગુરુ,
સાધુ-સંતો, ભુવાજીઓ તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉપસ્થિત મહાનુભાવો દ્વારા યુવા પેઢીને સંસ્કાર, શિક્ષણ અને સમાજ સેવા તરફ પ્રેરિત કરતા મૂલ્યવાન વિચારો રજૂ કરાયા હતા. અને સ્નેહમિલનમાં સમાજના અગ્રણીઓએ સમાજમાં એકતા, પ્રગતિ અને નેતૃત્વના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. રાજકીય તથા સામાજિક સ્તરે સમાજના પ્રશ્નો અંગે ચર્ચા કરી સકારાત્મક ઉકેલ માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ તકે સોરઠીયા રબારી નવનિર્માણ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ—– જણાવ્યું કે આગામી સમયમાં નક્કી કરેલા બંધારણ નો અમલ કરવા માં આવશે આ સ્નેહમિલન માં 15 થી 20 હજાર રબારી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા અને સમાજ બંધારણ નો અંમલ માટે સંકલ્પ બધ્ધ થયા છે.
