પોરબંદરના ચકચારી ડુપ્લીકેટ નોટ છાપવાના કૌભાંડમાં જામીન આપતી હાઈકોર્ટ

બનાવની વિગત મુજબ કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છાંયા ખડા વિસ્તારમાં રહેતા સ્મિત દિપકભાઈ સાયાણી ના ધરે પોલીસે રેડ કરતા ૫૦૦ ના દર ની બે ડુપ્લીકેટ નોટો મળી આવેલી હતી. તે સંબંધે પોલીસે વિશેષ તપાસ કરતા આ ડુપ્લીકેટ નોટો હાલના આરોપી રાજસ્થાનમાંથી મેળવેલી હોય અને રાજસ્થાન ના આરોપીએ યુ. પી. માંથી મેળવેલી હોય અને તે રીતે બોગસ નોટો છાપવાનું કૌભાંડ ચાલતુ હોવાનું જણાવી પોલીસે એફ. આઈ. આર. ફાડેલી હતી અને તે કામમાં અલગ અલગ ૩ આરોપી સામે એફ. આઈ. આર. ફાડી ગુન્હો દાખલ કરેલો હતો. અને તે સંબંધે સ્મિત દિપકભાઈ સાયાણી ની ડીસ્ટ્રીકટ કોર્ટ દ્રારા જામીન અરજી નામંજુર કરતા તેમના એડવોકેટ આશિષભાઈ ડગલી તથા ભરતભાઈ લાખાણી મારફતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરેલી હતી. અને તેમાં જણાવેલ કે, આરોપીના કબજામાંથી કોઈ નોટ મળેલ નથી. પરંતુ બાથરૂમમાં ટીંગાતા પેન્ટમાંથી નોટ મળેલ હોવાનું પંચનામુ છે. અને કુલ રૂા. ૧૫,૦૦૦/- ની નોટો લાવેલ હોવાનું જણાવેલ છે. પરંતુ આવી કોઈ હકિકત રેકર્ડ ઉપર ચાર્જશીટમાં ફલીત થતી નથી. અને રીઝર્વ બેંકના પરીપત્ર મુજબ ૨ (બે) નોટ પકડાવવાથી કોઈ ગુન્હો બનતો નથી. તેવી દલીલ કરતા નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્રારા ચાર્જશીટ ફાઈલ થઈ ગયેલ હોવાનું જણાવી આરોપીને જામીન ઉપર શરતોને આધીન મુકત કરવાનો હુકમ કરેલો હતો.

આ કામમાં આરોપી વતી અમદાવાદમાં એડવોકેટ તરીકે આશિષભાઈ ડગલી તથા પોરબંદરમાં એડવોકેટ તરીકે ભરતભાઈ લાખાણી તથા નવધણ જાડેજા રોકાયેલા હતાં.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!