આર્ય કન્યા ગુરુકુલ CBSE ની વિદ્યાર્થીનીઓએ કલામહા કુંભ સ્પર્ધામાં ગૌરવ અપાવ્યું
પોરબંદરમાં સંસ્કાર સાથે શિક્ષણ આપતી અગ્રેસર સંસ્થા આર્ય કન્યા ગુરુકુલમાં CBSE સ્કુલની વિદ્યાર્થીનીઓએ અભ્યાસની સાથે સાથે કલામાં પણ ગૌરવ અપાવ્યું છે. પોરબંદર ખાતે આયોજિત તાલુકા લેવલ કલામહા કુંભ સ્પર્ધામાં શાળાની ૨ વિદ્યાર્થીનીઓએ ભાગ લઇ પોતાની કલાનો પરિચય આપ્યો હતો.
આર્ય કન્યા ગુરુકુલ શિક્ષણની સાથે સાથે કલા ક્ષેત્રે પણ ગૌરવ અપાવી રહી છે. તાજેતરમાં જ યોજાયેલ કલા મહાકુંભમાં આર્ય કન્યા ગુરુકુલ CBSE માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ ભરત નાટ્યમની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ખુશી હિરેનભાઈ રાણીંગા – પ્રથમ ક્રમે રહી હતી. જે આગળ યોજાનાર જીલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે જયારે યશ્વી જતીનભાઈ ફલદુ એ બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિદ્યાર્થીનીઓને કલાગુરુ કાશ્મીરાબેનનું માર્ગદર્શન મળ્યું હતું તો શાળાના આચાર્ય શ્રી વંદના શર્માએ પ્રોત્સાહન પૂરું પાડયું હતું. વિદ્યાર્થીનીઓએ કલામાં મેળવેલી સફળતાને ટ્રસ્ટીઓ, સંસ્થાના માનદ્દ મંત્રી સુરેશભાઈ કોઠારી, માનદ્દ પ્રોવોસ્ટ ડો.અનુપમ નાગર એ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.