સિંધી જનરલ પંચાયત પોરબંદર દ્વારા સિંધુભવન પોરબંદર ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન

પૂજ્ય સિંધી જનરલ પંચાયત પોરબંદર દ્વારા તા.11/02/24 ના રોજ સિંધુભવન પોરબંદર ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કેવી રીતે સિવિલ સર્વિસીસ પરીક્ષા જેવી કે GPSC, UPSC ની તૈયારી કેવી રીતે કરી શકાય તેનું સંપૂર્ણ અને સચોટ માર્ગદર્શન ઉદય એકેડેમી નાગપુર ના ના ગુજરાત ના અધ્યક્ષ ગોવિંદ ભાઈ મેલવાણી દ્વારા સિંધી સમાજ પોરબંદર ના વિદ્યાર્થીઓ ને આપવામાં આવ્યું હતું.

જેમાં મોટી સંખ્યા માં પોરબંદર ના વિદ્યાર્થીઓ તથા વાલીઓ એ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો .આ સેમિનાર નું દીપ પ્રાગટ્ય ગાદીપતિ સંત શ્રી સાંઈ મુલણશાહ,સિંધી સમાજના ગોર દેવીદાસ શર્મા ને સિંધી સમાજના આગેવાન જેઠાનંદભાઈ ગોપલાણી,ડો.હિતેશ રંગવાણી, દ્વારા કરવામાં આવ્યું હતું..

સંપૂર્ણ સેમિનાર ને સફળ બનાવવા માટે સિંધી જનરલ પંચાયત પોરબંદર ના તમામ હોદેદાર સભ્યો તેમજ પ્રમુખ શ્રી રવિભાઈ નેભનાણી, ઉપપ્રમુખ ભીખુ ભાઈ ભાવનાણી, જોઈન્ટસેક્રેટરી જીતુભાઈ દરેડી મહિલા પ્રમુખ સોના દીદી, વર્ષા ધરેડી હાજર રહ્યા હતા.આ સંપૂર્ણ કાર્યક્રમ સફળ બનાવવા ગુરુ એકેડેમી ના વિજયભાઈ ભાવનાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!